ઉત્તરપ્રદેશમાં રીલ બનાવવામાં ડૂબ્યો યુવક,મિત્ર સાથે ગંગામાં સ્નાન કરવા ગયો; બહાર ન નીકળી શક્યો

લખનૌ,ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં મિત્ર સાથે ગંગા નદીમાં સ્નાન કરતી વખતે યુવક ડૂબ્યો. જ્યારે તેનો મિત્ર કોઈક રીતે બહાર આવવામાં સફળ રહ્યો. ગંગામાં ડૂબતા યુવકનો વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો બહાર ઉભેલા તેના મિત્રએ બનાવ્યો હતો. યુવકના ડૂબી જવાની માહિતી મળતા જ પોલીસ ત્યાં પહોંચી હતી. યુવકને શોધવા માટેન કામગીરી હાથ ધરી હતી.

ફિરોઝાબાદનો રહેવાસી અંકુશ યાદવ તેના બે મિત્રો સાથે બુલંદશહેર આવ્યો હતો. અહીં તે તેના મિત્ર અંક્તિ સાથે ગંગા નદીમાં સ્નાન કરવા માટે રાજઘાટ પર ઉતર્યો હતો. જ્યારે એક મિત્ર બહાર ઊભો તેમની રીલ બનાવી રહ્યો હતો. ડેન્જર ઝોન નજીક સ્વિમિંગ કરતી વખતે બંને મિત્રો વમળમાં ફસાઈ ગયા. જેમાંથી અંક્તિ કોઈક રીતે બહાર આવ્યો જ્યારે અંકુશને ડૂબતા જોઈ લોકો બૂમો પાડવા લાગ્યા. પરંતુ કોઈ બચાવી શક્યું નહીં અને તે ડૂબી ગયો. સ્થળ પર હાજર તરવૈયાઓએ યુવકની ઘણી શોધખોળ કરી પરંતુ તે મળ્યો નહીં.

લોકોનું કહેવું છે કે, યુવક રાજઘાટ પર ગંગામાં સ્નાન કરતી વખતે ડૂબી ગયો હતો. વીડિયો રીલ બનાવવાના ચક્કરમાં નદીના પાણીમાં પગ લપસ્યો અને યુવક ડૂબી ગયો. ઘટનાની માહિતી મળતાં જ એસડીએમ ડિબાઈ ઘટનાસ્થળે પહોંચ્યા અને યુવકને જલ્દી બચાવવા સૂચના આપી. તેણે જણાવ્યું કે, યુવક રાજઘાટ પાસે ગંગા નદીમાં ડૂબી ગયો. જેને શોધવા નદીમાં ડાઇવિંગ ટીમ ઉતારવામાં આવી.