
- આઇપીએસ લક્ષ્મીસિંહ ઉત્તરપ્રદેશના ઇતિહાસમાં તે પહેલી મહિલા પોલીસ અધિકારી બની ગયા
નોઇડા,
ઉતરપ્રદેશની યોગી સરકારે પોલીસ પ્રશાસનમાં અનેક મોટા ફેરફાર કર્યા છે.નવા પ્રશાસનિક પરિવર્તન હેઠળ અનેક જીલ્લામાં આઇપીએસ અધિકારીઓની ટ્રાન્સફર કરી છે.સરકારના નવા આદેશ બાદ વારાણસી આગ્રા,ગૌતમબુધનગર,ગાઝિયાબાદ અયોધ્યા મથુરા લખનૌ બહરાઇચ અને પ્રયાગરાજ સહિત વિવિધ જીલ્લામાં ૧૬ આઇપીએસ અધિકારીઓની બદલી કરી છે.

આ ક્રમમાં પ્રદેશના મહત્વપૂર્ણ જીલ્લામાં સામેલ ગૌતમબુધનગરના પોલીસ કમિશ્નર આલોક સિંહની બદલી કરી મુખ્ય કાર્યાલય (લખનૌ)માં જવાબદારી સોંપવામાં આવી છે.જયારે તેમની જગ્યાએ જીલ્લામાં આઇપીએસ લક્ષ્મીસિંહને ગૌતમબુધનગર પોલીસ કમિશ્નરની જવાબદારી સોંપવામાં આવી છે.જેમણે પોતાનો પદભાર પણ ગ્રહણ કર્યું છે. પદભાર ગ્રહણ કર્યા બાદ તેમણે કહ્યું કે અહીં મોટી સંખ્યામાં મહિલા કર્મચારી કામ કરે છે તેમની સુરક્ષા એક મોટી જવાબદારી છે.જીલ્લામાં મહિલાઓની સુરક્ષા તેમની પહેલી જવાબદારી હશે આ સાથે જ નોઇડા પોલીસ સામાન્ય લોકોની સાથે મળી તેમનો સંપર્ક વધારી સારી પુલિસિંગ કરશે.
લક્ષ્મીસિંહે પદભાર સંભાળતા જ એક રેકોર્ડ બનાવી લીધો છે.ઉત્તરપ્રદેશના ઇતિહાસમાં તે પહેલી મહિલા પોલીસ અધિકારી બની ગયા છે જે કોઇ જીલ્લાના પોલીસ કમિશ્નક બન્યા હોય.આ પહેલા તે લખનૌ રેંજની આઇજી પદ પર તહેનાત હતાં લક્ષ્મીસિંહને ખુબ કડક પોલીસ અધિકારી માનવામાં આવે છે.પોતાના શાનગાર પ્રદર્શન અને જવાબદારીની ઇમાનદારીનું પાલન કરવા માટે લક્ષ્મીસિંહને અનેક પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવ્યા છે. સરદાર વલ્લભભાઇ પટેલ નેશ નલ પોલીસ એકેડમી હૈદરાબાદમાં તાલિમ દરમિયાન લક્ષ્મીસિંહ બેસ્ટ પ્રોબેશનર જાહેર થયા હતાં. ૨૦૦૦ વેચની આઇપીએસ લક્ષ્મીસિંહને વડાપ્રધાન તરફથી સિલ્વર બેટન મળી ચુકયો છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી તેમને પુરસ્કાર સ્વરૂપે નવ એમએમની એક પિસ્તોલ પણ મળી છે.
આઇપીએસ અધિકારી લક્ષ્મી સિંહ અત્યાર સુધી કાર્યકાળ દરમિયાન અનેક જીલ્લામાં જીલ્લા પોલીસ અધીક્ષક અને વરિષ્ઠ પોલીસ અધીક્ષકના પદ પર પોતાની સેવા આપી ચુકયા છે. પોતાના કાર્યકાળમાં માફિયા અને સંગઠિત અપરાધની વિરૂધ જોરદાર અભિયાન ચલાવવાને કારણે અનેકવાર ચર્ચામાં આવ્યા છે.કાનપુરના બિકરૂ કાંડમાં વિકાસ દુબે અને તેની ગેંગના સભ્યોએ પોલીસના અનેક જવાનોને ઠાર માર્યા હતાં ત્યારબાદ દુબે અનેક પોલીસ કર્મચારીઓને મળ્યા હતાં ત્યારબાદ યોગી સરકારે આ કાંડની તપાસ લક્ષ્મી સિંહને જ સોંપી હતી આ ઉપરાંત ઉન્નાવ જીલ્લામાં ખેતરમાં દોરડુ બાધી મળેલી ત્રણ યુવતીઓના કેસ બંન્નેની તપાસની જવાબદારી તેમને જ સોંપવામાં આવી હતી તેમણે ઉન્નાવ કેસમાં આરોપીઓને ત્રણ દિવસની અંદર સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યા હતાં.