લખનૌ, ઉત્તર પ્રદેશના આ જિલ્લામાં એક મુસ્લિમ પરિવારે લગ્નના કાર્ડ હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે છપાવ્યા હતા અને પહેલું કાર્ડ ભગવાન ગણેશને અર્પણ કરીને લગ્નનું આમંત્રણ મોકલ્યું હતું.
હિંદુ ધર્મમાં લગ્ન અને લગ્નના કાર્ડનું ખૂબ મહત્વ છે. જ્યારે પણ કોઈના લગ્ન નક્કી થાય છે ત્યારે સૌથી પહેલા ભગવાન ગણેશને આમંત્રણ આપવામાં આવે છે. સાથે જ મહેમાનોને આમંત્રિત કરવા માટે કાર્ડ પણ છાપવામાં આવે છે.
લગ્ન માટે કાર્ડ છપાવ્યા બાદ સૌથી પહેલા ભગવાન ગણેશને લગ્નનું કાર્ડ અર્પણ કરવામાં આવે છે. બાદમાં તેઓ આ કાર્ડ તેમના સંબંધીઓને વહેંચે છે. જો કે, મુસ્લિમ ધર્મમાં, લોકો નિકાહ માટે ઉર્દૂ અથવા અંગ્રેજીમાં છપાયેલા કાર્ડ છપાવે છે. એવામાં ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં એક મુસ્લિમ પરિવારે કંઈક એવું કર્યું જેણે બધાના દિલ જીતી લીધા.
ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં એક મુસ્લિમ પરિવારના લગ્નનું કાર્ડ છપાયું હતું, જે ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી મુજબ, બહરાઈચના અઝુલ કમરને તેના પુત્રના લગ્ન માટે કેટલાક કાર્ડ હિન્દી અને હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે છપાવ્યા હતા. આ વિશે વાત કરતાં એમને કહ્યું કે હિંદુ રીતિ-રિવાજ મુજબ તેણે ભગવાન ગણેશને લગ્નનું પહેલું આમંત્રણ મોકલ્યું હતું. આ લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તે વાયરલ થઈ ગયું છે. અને લોકો કહી રહ્યા છે કે આ છે સાચું ભારત જ્યાં બધા ધર્મના લોકો એક્સાથે હળીમળીને રહે છે.
આ કાર્ડ એટલા માટે ખાસ છે કારણ કે જેમના લગ્ન થવાના છે છોકરી અને છોકરા બંને મુસ્લિમ છે. અઝુલ કમરે જણાવ્યું કે તેમના પુત્ર સમીર અહેમદના લગ્ન ૨૯ ફેબ્રુઆરીના રોજ થયા હતા. અઝુલ કમરે જણાવ્યું કે આ કાર્ડ લગ્નમાં આવનાર દરેક હિન્દુ મહેમાનને આપવામાં આવ્યા હતા.
વરરાજાના પિતા અઝહુલ કમરે જણાવ્યું હતું કે, અમે અમારી સમજણ મુજબ વિચાર્યું હતું કે તમામ હિન્દુઓને તેમના ધર્મ પ્રમાણે આમંત્રણ મોકલવામાં આવશે. એટલું જ નહીં, તેણે એ પણ જણાવ્યું કે હિન્દુઓ માટે ભોજન સમારંભનો કાર્યક્રમ એક દિવસ પહેલા જ આયોજિત કરવામાં આવ્યો હતો.