ઉત્તરપ્રદેશમાં મહિલા કોન્સ્ટેબલ પર હુમલાનો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર, બે સાથીઓ પણ ઘવાયા

અયોધ્યામાં સરયુ એક્સપ્રેસમાં મહિલા કોન્સ્ટેબલ પર હુમલો કરવાનો આરોપી અનીસ ખાન યુપી પોલીસના એકાઉન્ટર (UP Police Encounter)માં ઠાર મરાયો છે. આ એન્કાઉન્ટરમાં બે લોકો ઘવાયા હતા. ઉલ્લેખનીય છે કે 20 દિવસ પહેલા એટલે કે 30 ઓગસ્ટના રોજ મહિલા કોન્સ્ટેબલ લોહીમાં લથબથ હાલતમાં ટ્રેનમાં મળી આવી હતી. અનીશ આ હુમલાનો મુખ્ય આરોપી હતો. 

યુપી પોલીસે આજે સવારે જ જણાવ્યું કે ટ્રેનમાં મહિલા કોન્સ્ટેબલ પર હુમલાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. ગોળીબારમાં તેના બે સહયોગી ઘવાયા હતા જેમની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 30 ઓગસ્ટના રોજ એક મહિલા કોન્સ્ટેબલ લોહીમાં લથબથ હાલતમાં સરયુ એક્સપ્રેસમાં મળી આવી હતી. તેના ચહેરા અને માથા પર ઈજા થઇ હતી. હાલ તેની લખનઉની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

ઉત્તરપ્રદેશના સ્પેશિયલ ડીજી (લૉ એન્ડ ઓર્ડર) પ્રશાંત કુમારે કહ્યું કે સરયુ એક્સપ્રેસમાં મહિલા કોન્સ્ટેબલ પર હુમલાનો મુખ્ય આરોપી અનીસ ખાન એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. આ એન્કાઉન્ટર અયોધ્યાના પુરા કલંદરમાં કરાયું હતું. તેના બે સહયોગી આઝાદ અને વિશંભર દયાલ દુબે એન્કાઉન્ટરમાં ઘાયલ થયા હતા. બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે.