
- ભાજપે ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં યુપીથી ૭૦ બેઠકો જીતી હતી અને ૨૦૧૯માં સપા બસપાનું ગઠબંધન હોવા છતાં ૬૪ બેઠકોની સાથે વિરોધ પક્ષના સુપડા સાફ કરી દીધા હતાં.
લખનૌૈ,
આગામી વર્ષે યોજાનાર લોકસભા ચુંટણીની ઉલટી ગણતરી શરૂ થતાં જ ઉત્તરપ્રદેશના મુખ્ય રાજકીય ખેલાડી ચુંટણી પરિણામોને લઇ દાવો અને પ્રતિદાવા કરવા લાગ્યા છે.ઉતરપ્રદેશ ભાજપ પ્રમુખ ભુપેન્દ્ર ચૌધરીએ કહ્યું કે ૨૦૨૪ માટે તેમનું લક્ષ્ય રાજયની તમામ ૮૦ બેઠકો જીતવાનું રહેશે.તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાનના રૂપમાં ચુંટવા અને તેના માટે માટે હું મારા કેડરથી એ સુનિશ્ર્ચિત કરવાનું આહ્વાન કરૂ છું કે ભાજપ ૨૦૨૪ની લોકસભા ચુંટણીમાં યુપીથી તમામ ૮૦ લોકસભા બેઠકો પર જીત હાંસલ કરે.
દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે એક મોટો દાવો કર્યો છે જો તે સાચો થયો તો ભાજપનું લક્ષ્યાંક ૮૦ નિષ્ફળ થઇ શકે છે.અખિલેશે જણાવ્યું હતું કે આજે ગરીબ હોય કે કોઇ પણ ન્યાયને ન્યાયની આશા નથી ભાજપ ખાનગીકરણના માર્ગ પર ચાલી રહી છે આજે ભાજપ તે કાનુનોને બનાવી રહી છે જેથી સરકાર ખાનગી હાથોમાં ચાલી જાય આ સમસ્યાઓને સમાજવાદી વિચારધારા જ ખત્મ કરી શકે છે.તેમણે દાવો કરતા કહ્યું કે ભાજપ આ વખતે એક પણ બેઠક જીતશે નહીં.
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે ૨૦૨૪ની લોકસભા ચુંટણીમાં ભાજપ ઉત્તરપ્રદેશની તમામ ૮૦ સંસદીય બેઠકો પર હારનો સ્વાદ ચાખી શકે છે યાદવે કહ્યું કે જે પાર્ટીએ આગામી ૫૦ વર્ષ સુધી શાસન કરવાનો દાવો કર્યો છે તે હવે પોતાના દિવસો ગણી રહી છે તેમના રાષ્ટ્રીય અધ્યક્ષે રાજયની બે મેડિકલ કોલેજોનો પ્રવાસ કરવો જોઇએ ત્યારે તે સમજી શકશે કે તે કેટલીક બેઠકો જીતી રહ્યાં છે પોતાની વાખને રેખાંકિત કરવા માટે અખિલેશે મૈનપુરી લોકસભા અને મુઝફફરનગરમાં ખતૌલી વિધાનસભા પેટાચુંટણીમાં ભાજપની તાજેતરની હાલનો ઉલ્લેખ કર્યો હતો.
એ યાદ રહે કે ભાજપે ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં યુપીથી ૭૦ બેઠકો જીતી હતી અને ૨૦૧૯માં સપા બસપાનું ગઠબંધન હોવા છતાં ૬૪ બેઠકોની સાથે વિરોધ પક્ષના સુપડા સાફ કરી દીધા હતાં. ૨૦૧૯માં ૧૬ બેઠકો એવી હતી જેને ભાજપ રાજયમાં જીતવામાં નિષ્ફળ રહી તેમાંથી ભાજપે જુનમાં થયેલ લોકસભા પેટાચુંટણીમાં બેમાં જીત હાંસલ કરી બાકીની ૧૪ લોકસભા બેઠકો હવે પાર્ટીના રડાર પર છે.ભુપેન્દ્ર ચૌધરીએ કહ્યું કે આપણે સખ્ત મહેનત કરવી પડશે અને આપણા કેડર સુનિશ્ર્ચિત કરશે કે આપણે આ વખતે પણ ૮૦ બેઠકો પર જીત હાંસલ કરીએ.