ઊંઝા, ઊંઝામાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાત કર્યો. યુવાને વ્યાજખોરોના ત્રાસ વધતા રેલવે ટ્રેક પર પડતું મૂકી યુવાને આત્મહત્યા કરી. ઊંઝાના ભાંખર ગામના યુવાનને વ્યાજખોરો ત્રાસ આપતા હતા. ૫ વ્યાજખોરો દ્વારા સતત ધમકી મળતા યુવાને કંટાળીને અંતિમ પગલું ભર્યું. વ્યાજખોરો યુવાન પાસેથી ઊંચું વ્યાજ વસૂલતા હતા. વ્યાજખોરોનો ઊંચુ વ્યાજ ચૂકવી ના શક્તા ભરત પરમાર નામના યુવાનનો આપઘાત કર્યો. પોલીસે વ્યાજખોરો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી.
દેશમાં છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાના બનાવો વયા છે. રાજનેતા હોય કે સામાન્ય માણસ હોય કે પછી મહિલાઓ અંગત કારણોસર લોકો પોતાના જીવન ટૂંકાવી દે છે. આજે બદાયુ શહેરના ડબલ મર્ડર કેસમાં બાળકોના પિતાએ પોલીસના વલણથી નારાજ થઈ બાઈક સળગાવી આપઘાતના પ્રયાસ કર્યાના સમાચાર છે. જ્યારે તમિલનાડુમાં પણ એક સાંસદે કોઈ કારણસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સમાચારોમાં સામે આવ્યું છે. તમિલનાડુના સાસંદે જંતુનાશક દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે પરિવારનું ધ્યાન જતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. જો કે તેમની હાલત ગંભીર છે.