ઊંઝા કબીર આશ્રમ નજીક પૈસાની લેતીદેતીમાં શ્રમિકની કરાઈ હત્યા

મહેસાણા, મહેસાણા જિલ્લાના ઊંઝા કબીર આશ્રમ નજીક શ્રમિકને પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. શ્રમિક સોમાભાઈ દેવીપૂજકને રૂપિયાની લેતીદેતીમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. વિજય નામના ઈસમ સાથે અગાઉ જૂની અદાવતમાં ઝગડો થયો હતો તે શંકાના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

છૂટક મજૂરી કામ કરી જીવન નિર્વાહ કરતા અને કબીર આશ્રમ નજીક ઝાડ નીચે એકલવાયું જીવન જીવતા સોમાભાઈ દેવીપૂજકને રૂપિયાની લેતીદેતીમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. વિજય નામના ઈસમ સાથે અગાઉ જૂની રૂપિયાની લેતીદેતીની અદાવતમાં અગાઉ ઝગડો થયો હતો અને એ શંકા આધારે ઊંઝા પોલીસે શકદાર હત્યારા વિજય દેવીપૂજકે જ સોમા દેવીપૂજક ની પથ્થરો મારી હત્યા કરી છે. આ શંકાના આધારે ઊંઝા પોલીસ સ્ટેશનમાં વિજય દેવીપૂજક સામે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.