
અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવી છે. યુનિવર્સિટીની પરીક્ષામાં મોટો છબરડો થયો છે. યુનિવર્સિટીના એક વિદ્યાર્થીને પરીક્ષા દરમ્યાન બીજા દિવસની પરીક્ષાનું પેપર આપી દેવાયું. યુનિવર્સિટીમાં આવતીકાલે લેવાનાર પરીક્ષા ‘બોટની’ વિષની પરીક્ષાનું પેપર આજે આપી દેવામાં આવ્યું જે પેપર પેપર આપી દેવાયું. વિદ્યાર્થીઓ બોટની વિષયનું પેપર આપતા હોબાળો મચાવ્યો હતો. મહત્વનું છે કે હાલમાં ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસીના ૬ સેમસ્ટરની પરીક્ષાઓ ચાલી રહી છે. અને આ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની બેદરકારીના લીધે હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીના બીએસસીની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ આજે હેરાનગતિનો સામનો કરવો પડ્યો. યુનિવર્સિટીનો ગંભીર છબરડો આજે સામે આવ્યો છે.બીએસસીના વિદ્યાર્થીઓને આજે એક દિવસ પહેલા બોટની વિષયનું પેપર આપી દેવાયું. આ વિષયની પરીક્ષા આવતીકાલે લેવાની હતી. પરંતુ યુનિવર્સિટીની ગંભીર બેદરકારીના કારણે વિદ્યાર્થીઓએ આજે બોટનીનું પેપર આપ્યું. વિદ્યાર્થીઓ સેમેસ્ટર પરીક્ષા માટે લાંબા સમયથી તૈયારી કરતા હોય છે. જે દિવસે પરીક્ષા હોય તેના આગલા દિવસે તેઓ જે-તે વિષયની પરીક્ષાની તૈયારી કરતા હોય છે પરંતુ યુનિવર્સિટીમાં આજે અચાનક એક દિવસ અગાઉની પરીક્ષાનું પેપર આપી દેતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. યુનિવર્સિટીનો બેદરકારીનો ભોગ વિદ્યાર્થી બન્યા છે.