યુનિફોર્મ સિવિલ કોડ માટે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી નિષ્ણાત સમિતિ ૨ ફેબ્રુઆરીએ તેનો ડ્રાફ્ટ રાજ્ય સરકારને સુપરત કરશે.

દેહરાદૂન, મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા રાજ્યની જનતા સમક્ષ ’એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું વિઝન અને સંકલ્પો મૂકવામાં આવ્યા હતા. તેમના સંકલ્પ અને આકાંક્ષાઓને અનુરૂપ અમારી સરકાર રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહી છે.

સીએમ ધામીએ જણાવ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે રચાયેલી કમિટી ૨ ફેબ્રુઆરીએ તેનો ડ્રાફ્ટ રાજ્ય સરકારને સુપરત કરશે અને અમે આગામી વિધાનસભા સત્રમાં બિલ લાવીને રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરીશું.

યુનિફોર્મ સિવિલ કોડ માટે રચાયેલી નિષ્ણાત સમિતિનો કાર્યકાળ ચોથી વખત લંબાવવામાં આવ્યો છે. ૨૭ મે, ૨૦૨૨ ના રોજ, યુનિફોર્મ સિવિલ કોડની પરીક્ષા અને અમલીકરણ માટે નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અયક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ પછી સમિતિનો કાર્યકાળ ત્રણ વખત લંબાવવામાં આવ્યો હતો. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ, સમિતિને ચાર મહિનાનું વિસ્તરણ આપવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન, સમિતિ સરકારને ડ્રાફ્ટ રિપોર્ટ સુપરત કરે તેવી અપેક્ષા હતી.