સંજેલી, ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે અને આપના દેશમાં તમામ ધર્મના લોકો હળીમળીને રહે છે. ભારતના કાયદા પંચ દ્વારા તા.14 જૂન 2023 ના રોજ નાગરિક સંહિતાના સબંધમાં પબ્લિક નોટિસ જાહેર કરી હતી. અભિપ્રાય જણાવવામાં આવ્યા ત્યારે આ યુનિફોર્મ સિવિલ કોડ (યુ.સી.સી.) કોડ લાગુ પાડવામાં આવે તો આ આદિવાસી સમાજ જન્મથી માંડીને મૃત્યુ સુધી ભારત દેશની અન્ય જાતિ અને સમુદાયથી અલગ પડે છે. સમાન નાગરિક સંહિતાથી આદિવાસીના રૂઢિગત કાયદાઓ રદ થઈ જશે. આદિવાસીઓને પાસે કાયદા હેઠળ ઘણા આધિકારો મળ્યા છે, તે સમાપ્ત થઈ જશે. જમીન માફિયા દ્વારા આદિવાસી ની જમીન છીનવાય જવાનો ખતરો છે. ભારત દેશમાં વિવિધતામાં એકતા એ આપણી પ્રમુખ વિશેષતાઓમાં એક છે. ભારત એક ધર્મ નિરપેક્ષ દેશ છે. હિન્દુ, મુસ્લિમ, જૈન, બોદ્ધ, શીખ, આદિવાસીઓ વગેરે વસે છે અને અલગ અલગ વ્યક્તિગત કાયદા છે. હાલના સમયમાં આદિવાસીના મૂળ અધિકારો બંધારણની પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ, રૂઢિગત ગ્રામ સભા, એટ્રોસિટી એક્ટ તથા અન્ય અધિકારોની અવગણના થઈ રહી છે, તો સમાન નાગરિક સંહિતા કાયદો લાગૂ કરવામાં આવે તો આદિવાસીના મુળ અધિકારો સમાપ્ત થઈ જશે. આદિવાસીઓની રૂઢિગત પરંપરાઓનું અને આદિવાસીઓની જળ, જંગલ અને જમીનનું જતન વગેરે કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી. આમ, ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચા દ્વારા ભારત દેશમાં યુનિફોર્મ સિવિલ લાગુ ન કરવા માટે ભારત સરકારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.