યુનેસ્કોએ ઉત્તર ઇરાકના મોસુલ શહેરની ઐતિહાસિક અલ-નૌરી મસ્જિદની દિવાલોમાંથી છુપાયેલા પાંચ બોમ્બ શોધી કાઢ્યા છે. આ વિસ્તાર ઇસ્લામિક સ્ટેટના આતંકીઓના શાસનનો અવશેષ છે.
યુએનની સાંસ્કૃતિક સંસ્થાના નિવેદન મુજબ, ૧૨મી સદીની ઝૂલતા મિનારાઓ માટે પ્રખ્યાત મસ્જિદ ૨૦૧૭માં આઇએસના શાસનનો અવશેષ છે. આ મસ્જિદને ૨૦૧૭માં આઇએસ દ્વારા નષ્ટ કરવામાં આવી હતી અને ૨૦૨૦થી યુનેસ્કો તેને પુન:સ્થાપિત કરવાના પ્રયત્ન કરી રહ્યું છે. યુએનની એજન્સીએ જણાવ્યું કે, આ વિસ્ફોટક ઉપકરણોને દિવાલના અંદરના ભાગમાં છુપાવવામાં આવ્યા હતા. જે બાદ તેમણે ઇરાકી સત્તાવાળાઓને તાત્કાલિક તેની જાણ કરી હતી. ઇરાકી પોલીસે બોમ્બને નિષ્ક્રિય કરીને દૂર કર્યા છે.
ઇરાકના તંત્રએ અત્યારે યુનેસ્કોને પોતાનું કામ રોકવા કહ્યું છે. ઇરાકની સરકારનું કહેવું છે કે જ્યાર સુધી પાંચ બોમ્બ નિષ્ક્રિય ના થઇ જાય ત્યાર સુધી મસ્જિદ પરિસરમાં કોઇ પણ પગ ના મુકે.આઇએસના આતંકી અબુ બકર અલ બગદાદીએ ૨૯ જૂન ૨૦૧૪માં આ મસ્જિદને ખલીફાનો અધિકાર ક્ષેત્ર જાહેર કર્યો હતો. ૨૦૧૭માં મોસુલમાંના આતંકીઓએ આ મસ્જિદને તોડવાનો પ્રયાસ કર્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે મોસુલના શહેરી વિસ્તારમાં આજે પણ કેટલીક જગ્યાએ આઇએસના સંતાડવામાં આવેલા બોમ્બ મળી જાય છે. યુએન પણ મોસુલમાં દારૂગોળાની સુરંગોને સાફ કરવામાં મદદ કરે છે. મોસુલના જૂના શહેરમાં હજુ પણ કેટલાક વિસ્તાર રહેવા લાયક નથી.