ઉનાળુ વેકેશન પુરૂ થતા જ રાજ્યભરમાં ફરીથી સ્કૂલો ધમધમતી થઈ ગઈ છે. લાંબા સમય બાદ સ્કૂલો શરૂ થતા વિદ્યાર્થીઓમાં નવો અભ્યાસક્રમ અને નવા મિત્રોને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ ગોમ ઝોન દુર્ઘટના બાદ સ્કૂલોમાં સુરક્ષા અને સલામતી સાથે વિદ્યાર્થીઓનું સ્વાગત કરી પ્રવેશ અપો હતો. વેકેશનમાં ગરમીને કારણે કંટાળેલા વિદ્યાર્થીઓ આનંદિત જોવા મળ્યા હતા.
એક વિદ્યાર્થીનું કહેવું છે કે વેકેશનમાં મજા તો આવી પરંતુ વેકેશન ખૂબ લાંબુ હતું. ઘરે બેઠા કંટાળો આવતો હતો. પરંતુ હવે સ્કૂલમાં આવતા જ નો અભ્યાસક્રમ, નવા મિત્રોને લઈને અભ્યાસ કરવાની મજા આવશે. સ્કૂલના ટીચરોનું પણ કહેવું છે કે લાંબા સમયથી વિદ્યાર્થીઓથી દૂર રહ્યા હતા. હવે સ્કૂલો શરૂ થતા અમે ઉત્સાહિત છીએ. બાળકોને પુરતી સુરક્ષા સાથે માર્ગદર્શન અને યોગ્ય સુચના આપીને પ્રવેશ આપવામાં આવ્યો છે. આજે જ અમે શિક્ષણ કાર્ય શરૂ કરીશું અને બાળકોના ઉજ્જવલ ભવિષ્ય માટે તમામ પ્રયાસો કરીશું.
દરમિયાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયા હાજર રહ્યા હતા. તેમણે રિક્ષા અને સ્કૂલવાન સંદર્ભે વાત કરતા કહ્યું હતું કે આ અંગે અધિકારીઓ લીગલ કામ કરી રહ્યા છે. ભલે સ્કૂલવાન ખાનગી હોય છતા રાજ્ય સરકાર ધ્યાન રાખી રહી છે. બીજીતરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષણ સમિતી દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.. તે સિવાય સ્ટાન્ડર્ડ ગણિત અંગેના નિર્ણય બાબતે વાત કરતા કહ્યું હતું કે વિદ્યાર્થીઓ સાયન્સમાં પ્રવેશ વધુ મેળવે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. નવી સિક્ષણ નિતીને કારણે વિદ્યાર્થીઓ આગળના વર્ષે જે અભ્યાસ કરવો હોય તે કરી શકે તે જરૂરી છે. અત્યરસુધી બી ગ્રુપમાં સ્ટાન્ડર્ડ ગણિતવાળા વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવી શક્તા હતા. જોકે સરકારના નિર્ણયથી ૧૧ સાયન્સમાં ધો.૧૦ પાસ વિદ્યાર્થી પ્રવેશ માટે સમર્થ બનશે.
બીજી તરફ રાજકોટ અગ્નકાંડને પગલે અમદાવાદની સ્કૂલોમાં ફાયર એનઓસી, બીયુ પરમિશન તથા ફાયર સેટી સહિતના મુદ્દે ગ્રામ્ય ડીઈઓ જ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્કૂલના પતરાના શેડવાળો ભાગ સીલ કરીને તેના ઉપયોગ પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. સ્કૂલના પહેલા દિવસે ગ્રામ્ય ડીઈઓ સ્કૂલમાં સરપ્રાઈઝ ચેકિંગ માટે ગયા હતા. જેમાં ફાયર સેફટીના સાધનો ચાલુ કરીને ચેક કરવામાં આવ્યા હતા. તેમણે સ્કૂલમા વર્ગખંડમાં જઈને વિદ્યાર્થીઓની સંખ્યાનું પણ નિરીક્ષણ કર્યું હતું.
દરમિયાન ખાનગી શાળાઓમાંથી બાળકો સરકારી સ્કૂલોમાં પ્રવેશ લઈ રહ્યા છે. ગયા વર્ષની સરખામણીએ અમદાવાદ મનપાની સ્કૂલોમાં ૪ હજારથી વધુ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. સમગ્ર રાજ્યમાં ૨ લાખ જેટલા બાળકો ખાનગી શાળાઓમાંથી સરકારી સ્કૂલોમાં જોડાયા છે.