ઉનામાં ભડકાઉ ભાષણ આપવાના કેસમાં સિંગર કાજલ હિંદુસ્તાનીના જામીન મંજુર

ગીરસોમનાથ,ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ભડકાઉ ભાષણ કેસમાં સિંગર કાજલ હિન્દુસ્તાનીની જામીન અરજી મંજુર થઇ છે. ઉનાની સેશન્સ કોર્ટમાં આ ભડકાઉ ભાષણ અંગેનો કેસ ચાલી રહ્યો છે. જેમાં કાજલના જામીન મંજુર થયા છે. અગાઉ ૧૧ એપ્રિલે થયેલી સુનાવણીમાં જામીન અરજીનો ચુકાદો અનામત રખાયો હતો.

કાજલ હિન્દુસ્તાનીએ લવ જેહાદ મુદ્દે સેના બનાવવા આહ્વાન કર્યું હતું. જોકે કાજલ હિન્દુસ્તાનીના ભાષણના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. કાજલના નિવેદન બાદ ઉનામાં એક સમાજે બંધનું એલાન આપ્યું હતું. જેને લઈને ઉના સજ્જડ બંધ જોવા મળ્યું હતું. આ ઘટનાને પગલે ઉનાના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથના ઉનામાં રામનવમી પર્વ નિમિતે ભડકાઉ ભાષણનો મુદ્દે કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરી હતી. VHP એ કાજલ હિન્દુસ્તાની પર થયેલી ફરિયાદ અંગે રોષ વ્યક્ત કર્યો છે. VHP  દ્વારા કાજલ હિન્દુસ્તાનીના જામીન મંજૂર કરી ફરિયાદ રદ કરવાની માગ કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ આપવાના કેસમાં ધરપકડ થયા બાદ કાજલ હિન્દુસ્તાની હાલ જૂનાગઢ જેલમાં બંધ છે. હાલ વિશ્ર્વ હિંદુ પરિષદ કાજલ હિંદુસ્તાનીના વ્હારે આવી છે. VHP  એ કાજલ હિન્દુસ્તાની પર થયેલી ફરિયાદ અંગે રોષ વ્યક્ત કર્યો છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં રામનવમીના દિવસે ભડકાઉં ભાષણ આપવાના કેસમાં ધરપકડ થયા બાદ કાજલ હિન્દુસ્તાનીને જૂનાગઢ જેલમાં બંધ રાખવામાં આવ્યા હતા. જે પછી વિશ્ર્વ હિંદુ પરિષદ કાજલ હિંદુસ્તાનીના વ્હારે આવી હતી. VHP  એ કાજલ હિન્દુસ્તાની પર થયેલી ફરિયાદ અંગે રોષ વ્યક્ત કર્યો હતો.