ઉનામાં આધારકાર્ડનું કૌભાંડ,૧૨૦૦ રૂપિયામાં કાર્ડ કાઢી આપતા હોવાનો ખૂલાસો

ગીરસોમનાથ,રાજયમાં હાલ નક્લી અને ફર્ઝીની જાણે ભરમાર ચાલી રહી છે. પહેલા નક્લી કચેરી, નક્લી ઘી, નક્લી દસ્તાવેજો, નક્લી પીઆઈ, નક્લી આઇએએસ, નક્લી પીએમઓ, નક્લી દૂધ, નક્લી સિંગતેલ. આ યાદી હજુ લંબાઈ શકે તેમ છે. આ નક્લીનો સિલસિલો અહીં નથી અટક્તો. હવે ગીરસોમનાથમાંથી આધારકાર્ડ કાઢી આપવાનું કૌભાંડ ઝડપાયુ છે. જેમા ૧૨૦૦ રૂપિયામાં આધાર કાર્ડ કાઢી આપવામાં આવતુ હતુ. ખોટા દસ્તાવેજ રજૂ કરીને આધાર કાર્ડ બનાવાતુ હતુ. પોલીસે કૌભાંડની જાણ થતા ત્રમ શખ્સોની ધરપકડ કરી છે. જો કે તપાસમાં અનેક મોટા ખૂલાસા થવાની પણ શક્યતા છે.

હજુ થોડા દિવસ પહેલા જ ભાવનગરના સિહોરમાંથી બિનવારસી હાલતમાં આધાર કાર્ડ મળી આવ્યા હતા. જેમા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને સરકારી કાર્ડનો જથ્થો હતો. ત્યારે એક્તરફ લોકોને સમયસર કાર્ડ નથી મળતા ત્યાં પોસ્ટ ઓફિસ બહાર આ રીતે કાર્ડ મળી આવ્યા હતા. ત્યારે ફરી ગીરસોમનાથમાંથી આખેઆખુ આધારકાર્ડનું કૌભાંડ સામે આવ્યુ છે. ત્યારે તંત્ર સામે પણ સવાલ થઈ રહ્યો છે કે આધારકાર્ડનું આટલુ મોટુ કૌભાંડ ચાલતુ હતુ અને આટલા નાના સેન્ટરમાં તંત્રને તેની જાણ સુદ્ધા ન હતી. જે પણ ક્યાંકને ક્યાંક શંકા ઉપજાવે છે.