- પાકિસ્તાન એકમાત્ર દેશ જે આતંક ફેલાવવાની ટ્રેિંનગ આપે છે: ભારત
- પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર, તે આતંકવાદીઓને શહિદ ગણાવે છે
યુએન,
સંયુક્ત રાષ્ટ્રના ૭૫ વર્ષ નિમિત્તે આયોજિત વિશેષ કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવો પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી માટે મોંઘું પડી ગયું. ભારતે પાકિસ્તાનને ‘આતંકવાદનો ગઢ અને ‘આશરો આપનાર ગણાવીને તેની બોલતી બંધ કરી દીધી. ભારતે કહૃાું કે પાકિસ્તાન એક એવો દેશ છે જે આતંકવાદીઓને તાલીમ આપે છે અને તેમને શહીદનો દરજ્જો આપે છે.
ભારતે એમ પણ કહૃાું કે પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર વધી રહૃાા છે. જ્યારે પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ભારતે પ્રતિક્રિયા આપવાના અધિકાર હેઠળ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. સંયુકત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ કુરૈશીના ભાષણને લઇ કહૃાું કે પાયાવિહોણા જુઠ્ઠાણાનું પુનરાવર્તન જે પાકિસ્તાનના હસ્તક્ષેપોનું ટ્રેડમાર્ક બની ગયું છે.
સોમવારે શરૂ થયેલા સંયુક્ત રાષ્ટ્રના આ કાર્યક્રમમાં મૈઇત્રાએ કહૃાું કે હું જવાબ આપવાના અધિકાર અંતર્ગત પાકિસ્તાનના પ્રતિનિધિના નિવેદનનો જવાબ આપવા માંગુ છું. તેમણે કહૃાું કે પાકિસ્તાન આ પ્રકારના મંચનો ઉપયોગ વારંવાર મિથ્યા આરોપ લગાવા માટે કરતું રહે છે. પાકિસ્તાનના પ્રતિનિધિનો જે અમે વિચાર સાંભળ્યો તે ભારતના વિરૂદ્ધા આંતરિક બાબતમાં કયારેય ખત્મ ના થનાર મનઘડત વિચાર છે.
મૈઇત્રાએ કહૃાું કે ભારત કુરૈશીના જમ્મુ-કાશ્મીરના દુર્ભાવનાપૂર્ણ ઉલ્લેખને નકારે છે જે ભારતનું અભિન્ન અંગ છે. ભારતીય પ્રતિનિધિએ કહૃાું કે જો સંયુકત રાષ્ટ્રમાં કોઇ એવો એજન્ડા જે પૂરો થયો નથી તો તે એ છે કે વધતા જતા આતંકવાદને ઉકેલવાનો. પાકિસ્તાન એક એવો દેશ છે જે આખી દુનિયામાં આતંકવાદના કેન્દ્ર તરીકે પ્રખ્યાત છે. પાકિસ્તાને ખુદ આતંકવાદીઓને આશરો અને ટ્રેિંનગ આપવાનું તથા તેમને શહીદનો દરજ્જો આપવાનો સ્વીકાર કર્યો છે. પાકિસ્તાન પોતે લઘુમતીઓની વિરૂદ્ધ છે.