લખનૌ,ગેંગસ્ટર અતીક અહેમદને યુપી એસટીએફ ગુજરાતની સાબરમતી જેલમાંથી લઇ જઇને ઉત્તરપ્રદેશમાં એન્ટ્રી થઈ છે. આ તરફ અતીકની પત્ની શાઈસ્તા પરવીનની તસવીર પહેલી વખત સામે આવી છે. આ તસવીરમાં શાઈસ્તા પહેલી વખત બુરખા વિના દેખાઈ રહી છે.
શાઈસ્તા પરવીન બાબતે ઉમેશ પાલની હત્યાનું કાવતરું ઘડવું અને તેને અંજામ આપવાના આરોપ છે. પોલીસ સૂત્રો મુજબ ઉમેશ પાલ હત્યાકાંડમાં સામેલ શૂટર્સે શાઈસ્તાને કહ્યું હતું- ઈંશાઅલ્લાહ અમારે ઉમેશ પાલની હત્યા કરવામાં સફળ થવાનું છે અને અમારી ગુમાવેલી ધાક ફરીથી મેળવવાની છે.
ઉમેશ પાલ હત્યાકેસનો ઈનામી શૂટર અરમાન અને અતીક અહેમદની પત્ની શાઈસ્તા પરવીનનો એક વીડિયો સામે આવ્યો હતો. આમાં બંને સાથે જોવા મળે છે. આ વાઇરલ વીડિયો તે સમયનો હોવાનું કહેવાય છે જ્યારે શાઈસ્તા પરવીન મેયર પદ માટે પ્રચાર કરી રહી હતી. અરમાન પર પોલીસે પાંચ લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. આ પહેલાં શૂટર સાબીર સાથે શાઇસ્તાનો એક વીડિયો વાઇરલ થયો હતો.
વીડિયોમાં અરમાન શાઇસ્તા સાથે સુરક્ષા ગાર્ડ તરીકે જોવા મળી રહ્યો છે. અરમાને સ્કાય બ્લુ શર્ટ અને ફુલ બ્લેક જેકેટ પહેર્યું છે. ઉમેશ પાલ હત્યાકાંડમાં બોમ્બર ગુડ્ડુ મુસ્લિમને બાઇક પર લાવનાર અરમાન જ હતો. તે લાલ રંગની બાઇક ચલાવી રહ્યો હતો. હાલમાં જ તેની તસવીર સામે આવી છે. તે હાલ ફરાર છે. શાઇસ્તા પર ૨૫ હજારનું ઇનામ છે.
જણાવીએ કે ૨૦૦૫માં ધારાસભ્ય રાજુ પાલની હત્યાના સાક્ષી ઉમેશ પાલ અને તેના બે સુરક્ષાકર્મીઓની હત્યા કરવામાં આવી હતી. શાઇસ્તા પર હત્યાકેસમાં કાવતરું ઘડવાનો અને શૂટરોને એડવાન્સ તરીકે એક લાખ રૂપિયા આપવાનો આરોપ છે. શાઇસ્તા પરવીન પણ ફરાર છે. શાઇસ્તાને પકડવા માટે પોલીસ સતત દરોડા પાડી રહી છે. ૫ લાખના ઈનામી શૂટર સાબીર બાદ અરમાન સાથેનો વીડિયો સામે આવ્યો ત્યારે ઉમેશ હત્યા કેસમાં શાઈસ્તાની ભૂમિકા વધુ મહત્ત્વની માનવામાં આવી રહી છે. શાઇસ્તાની કોલ ડિટેઈલની તપાસ કર્યા બાદ પોલીસને પુરાવા મળ્યા છે કે તે શૂટરો સાથે મળીને હત્યાના પ્લાનિંગમાં સામેલ હતી. શાઇસ્તા સીધા શૂટરો સાથે સંપર્કમાં હતી.
ઉમેશ પાલ અને બે સુરક્ષા કર્મચારીઓની હત્યામાં પોલીસે માફિયા અતીક અહેમદના અન્ય નજીકના સાથી બલ્લી પંડિતની ધરપકડ કરી છે. હત્યાકાંડના ૫ દિવસ પહેલાં શાઈસ્તા પરવીન મોહમ્મદ સાબિરની સાથે બલ્લીને તેના ઘરે નીવા, ધૂમનગંજમાં મળવા ગઈ હતી.ઉમેશ પાલ મર્ડર કેસમાં અરમાન પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ છે. તે અરમાન છે જે ગુડ્ડુ મુસ્લિમ બોમ્બરને લાલ રંગની બાઇક પર લઈને આવે છે.
પોલીસ ટીમે શુક્રવારે સાંજે ૪ વાગ્યે રાજુ પાલ હત્યા કેસમાં સામેલ ભાગેડુ શૂટર અબ્દુલ કવિના ગામ ખંદા ઉપરહારમાં દરોડો પાડ્યો હતો. એએસપી સમર બહાદુરની આગેવાની હેઠળ સરાય અકીલ વિસ્તારના ભખંદા ઉપરહાર ગામમાં,એસટીએફ,એસઓજી અને કેટલાક પોલીસ સ્ટેશનના પોલીસ દળે કવિની નજીકના અબ્દુલ નિઝામ, રાજુ વગેરેનાં ઘરોમાં તલાશી લીધી હતી.