ઉમેશ પાલ હત્યાના આરોપી નફીસ બિરયાનીનું જેલમાં હાર્ટ એટેકથી મોત

લખનૌ, ઉમેશ પાલ મર્ડર કેસના આરોપી નફીસ બિરયાનીને હાર્ટ એટેક આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. નફીસને માફિયા અતીકના ફાઇનાન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે.તે માફિયા પરિવારને દર મહિને લાખોની મદદ કરતો હતો. ઉમેશ પાલ હત્યા કેસના આરોપીઓ પૈકીના એક મોહમ્મદ નફીસ ઉર્ફે નફીસ બિરયાનીને હાર્ટ એટેક આવ્યો હતો. તેને નૈની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો.રવિવારે રાત્રે તેને શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે જેલની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીંથી તેને સ્વરૂપ રાની નેહરુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. નવેમ્બરમાં પોલીસ સાથેના એન્કાઉન્ટર દરમિયાન ગોળી વાગી ગયેલા નફીસની જીઇદ્ગ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. આ પછી ૯ ડિસેમ્બરે તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

૨૪ ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજના ધુમાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના જયંતિપુર વિસ્તારમાં બોમ્બ અને ગોળીઓથી ફાયરિંગ કરીને ઉમેશપાલ અને તેની સુરક્ષા માટે તૈનાત બે પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. પોલીસે આ ઘટનાને અંજામ આપનાર માફિયા અતીક અહેમદની ગેંગના ૪ શૂટરોને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. આ ગુનાને અંજામ આપવામાં અતીક અહેમદનો પુત્ર અસદ પણ સામેલ હતો. આ ઘટનામાં સામેલ ત્રણ શૂટર બોમ્બર ગુડ્ડુ મુસ્લિમ, શૂટર સાબીર અને અરમાન ફરાર છે. તેમના પર ૫ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે પોલીસ તે લોકોની પણ શોધ કરી રહી છે જેઓ ગુનાના કાવતરામાં સામેલ હતા અને જેમણે શૂટરોને ભાગવામાં મદદ કરી હતી અને તેમને રોકડ આપી હતી. ૨૩ નવેમ્બરના રોજ અતીક ગેંગના ઈનામી સભ્ય અને ફાઈનાન્સર નફીસ બિરિયાનીનું પોલીસ સાથે એન્કાઉન્ટર થયું હતું.

પોલીસે ગોળીથી ઘાયલ થયેલા ઈનામી ગુનેગાર નફીસ બિરિયાનીની ધરપકડ કરી હતી. ગોળીથી ઘાયલ નફીસને બે અઠવાડિયાથી વધુ સમય સુધી જીઇદ્ગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. સંપૂર્ણ સ્વસ્થ થયા પછી, તેને ૯ ડિસેમ્બરે હોસ્પિટલમાંથી નૈની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. રવિવારે રાત્રે તેમને છાતીમાં તીવ્ર દુ:ખાવો અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી. આ પછી તેને પહેલા જેલ હોસ્પિટલ અને પછી જીઇદ્ગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. ડોક્ટરોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી હતી. હાર્ટ એટેકની સાથે તેમની કિડનીને પણ અસર થઈ હતી. ડોકટરો તેની સારવાર કરી રહ્યા હતા. આ દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.