નવીદિલ્હી, ભારતીય ચૂંટણી પ્રણાલીમાં EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અંગે સમયાંતરે પ્રશ્ર્નો ઉભા થયા છે. ચૂંટણીમાં ઈવીએમના ઉપયોગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારોએ વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ સાથે ઈફસ્માંથી પડેલા મતોની ૧૦૦ ટકા મેચિંગની માંગ કરી હતી. આ સંબંધિત અરજીઓનો નિકાલ કરતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો. સર્વોચ્ચ અદાલતની બે જજની બેન્ચે આ સંબંધિત અરજીઓને ફગાવી દીધી છે. જો કે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપતાં ઉમેદવારોના ખર્ચે મતોની ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું કે જો ઈવીએમ સાથે ચેડાં થયા હોય તો ઉમેદવારોના પૈસા પરત કરવાના રહેશે.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે EVM -ફફઁછ્ સંબંધિત અરજીઓ પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. બેન્ચે સિમ્બોલ લોડિંગ યુનિટને ૪૫ દિવસ સુધી સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે રેડીમેડ સિસ્ટમ પર આંખ આડા કાન કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંતુલિત અભિગમ મહત્વપૂર્ણ છે, પરંતુ સિસ્ટમ પર શંકા કરવાથી મૂંઝવણ ઊભી થઈ શકે છે. તેની અર્થપૂર્ણ ટીકા કરવી જોઈએ. કોર્ટે વધુમાં કહ્યું કે ન્યાયતંત્ર અને વિધાનસભા સહિત લોકશાહીના તમામ સ્તંભો વચ્ચે સંવાદિતા અને વિશ્ર્વાસ જાળવવો જરૂરી છે. જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું કે આપણે વિશ્ર્વાસ અને સહકારની સંસ્કૃતિને પ્રોત્સાહન આપીને આપણા લોકશાહીના અવાજને મજબૂત બનાવી શકીએ છીએ.
સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચે વોટ વેરિફિકેશનને લઈને ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું કે જો કોઈ ઉમેદવાર વેરિફિકેશનની માંગણી કરે છે તો તે કિસ્સામાં તેનો ખર્ચ તેની પાસેથી વસૂલવામાં આવે. પરંતુ, જો ઈવીએમમાં કોઈ ચેડાં જોવા મળે તો સંબંધિત ઉમેદવારના પૈસા પરત કરવા જોઈએ. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે સિમ્બોલ લોડિંગ યુનિટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને સીલ કરવામાં આવે. મતદાન બાદ એસએલયુને ૪૫ દિવસ સુધી સુરક્ષિત રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે ઉમેદવારો પાસે પરિણામોની ઘોષણા પછી તકનીકી ટીમ દ્વારા ઇવીએમના માઇક્રોકન્ટ્રોલર પ્રોગ્રામની ચકાસણી કરવાનો વિકલ્પ હશે. આ ચૂંટણીની જાહેરાતના ૭ દિવસમાં થઈ શકે છે. બીજા અને ત્રીજા આવતા ઉમેદવારો આ કરી શકશે. જસ્ટિસ સંજીવ ખન્નાએ ચૂંટણી પંચને પેપર સ્લિપની ગણતરી માટે ઈલેક્ટ્રોનિક મશીનોના સૂચન પર યાન આપવા જણાવ્યું હતું અને એ પણ જોવા કહ્યું હતું કે શું ચૂંટણી ચિન્હ સાથે દરેક પક્ષ માટે બારકોડ હોઈ શકે છે.