ઉમરીયા ગામેથી રહેણાંક મકાનમાંથી 27,360 ના મુદ્દા માલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ધાનપુર પોલીસ

દાહોદ,

પ્રાત માહિતી અનુસાર ધાનપુર તાલુકાના ઉમરીયા ગામ ખાતે પોલીસને મળેલ બાદમીના આધારે એક રહેણાક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિક તથા કાચના કોટરીયા તથા ટીમ બીયર બોટલ મળી કુલ નંગ 240 ની કિંમત રૂપિયા 27,360 ના મુદ્દા માલ શોધી કાઢી પ્રોહિનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં ધાનપુર પોલીસને સફળતા મળી હતી.

મળતી વિગતો અનુસાર ધાનપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ સી.બી બરડાના મળેલ બાતમીના તેઓના સ્ટાફના કર્મચારીઓ સાથે ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી વોચ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ઉમરીયા ગામે રહેણાક મકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિક તથા કાચના કવાંટરીયા તથા ટીન બિયર મળી કુલ બોટલના 240 કિંમત રૂપિયા 27,360 નો મુદ્દા માલ સુમલાભાઈ સમલાભાઈ માવીના ઘરેથી પકડી પાડી ધાનપુર પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ, ધાનપુર પોલીસને ઉમરીયા ગામેથી વિદેશી દારૂના સાથે પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળી હતી.