યુક્રેન સામે ટેક્ધ અને રોકેટને બદલે હવે રશિયન બાઇર્ક્સ યુદ્ધ કરશે

યુક્રેન પર રશિયાના હુમલાને લગભગ બે વર્ષ થઈ ગયા છે. તેમ છતાં બંને વચ્ચે યુદ્ધ હજુ ચાલી રહ્યું છે. બંને વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાએ યુક્રેનના ઘણા શહેરોને તબાહ કર્યા છે. રશિયાએ યુક્રેન પર ટેક્ધ, રોકેટ અને ડ્રોન વડે હુમલો કર્યો હતો. રશિયાએ હવે યુદ્ધના મેદાનમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. રશિયન હુમલા વિશે માહિતી આપતા યુક્રેનિયન આર્મીના લેટનન્ટ મિસિલો હોબિટસ્કીએ કહ્યું કે રશિયાએ હવે યુદ્ધમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મોટરસાઇકલ ઉતારી છે.

માહિતી આપતા હોબિત્સ્કીએ કહ્યું કે પહેલા ધૂળનું વાદળ ઊભું થયું અને પછી રશિયન સૈનિકો બાઇક પર ખૂબ જ ઝડપે આવતા, ધૂળ ઉડાડતા અને અવાજ કરતા જોવા મળ્યા. આ પછી તેઓએ અમારી સેનાને ચારે બાજુથી ઘેરી લીધી અને ગોળીબાર શરૂ કર્યો. હોબિત્સ્કીએ કહ્યું કે આવા હુમલાઓને કારણે યુદ્ધ પહેલા કરતા વધુ ખતરનાક અને વધુ હિંસક બન્યું છે.

અહેવાલ અનુસાર, યુક્રેનના એક અધિકારીએ જણાવ્યું કે રશિયન સૈનિકો દ્વારા યુક્રેનિયન સૈનિકો પર મોટરસાઈકલ અને બગ્ગી પર કરવામાં આવેલા હુમલા સૌથી ખતરનાક છે. તેમણે કહ્યું કે ખુલ્લા મેદાનમાં તેઓ ઝડપથી અને ઝિગઝેગ રીતે આગળ વધે છે. જેના કારણે ડ્રોન અથવા અન્ય કોઈપણ પ્રકારનો હુમલો કરવો મુશ્કેલ છે. અધિકારીએ કહ્યું કે બાઇક કરતાં બખ્તરબંધ વાહનો પર હુમલો કરવો વધુ સરળ છે, કારણકે તેઓ ઝડપથી આગળ વધી શક્તા નથી.

રિપોર્ટ અનુસાર, રશિયા તરફથી ઝડપથી બોમ્બમારો થઈ રહ્યો છે. જેના પછી યુક્રેનિયન સૈનિકોએ તેમના મોરચા પર જવું પડશે. ઝડપથી બહાર આવતા રશિયન સૈનિકો બાઇક અને બગી પર સવાર થઈને આવે છે અને ઝડપથી ફાયરિંગ શરૂ કરે છે. અધિકારીએ કહ્યું કે રશિયાની આ નવી ટેક્નોલોજીને કારણે યુક્રેનને ઘણું નુક્સાન થયું છે. તેમજ ઘણા સૈનિકોએ જીવ ગુમાવ્યા છે.