રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે પ્રથમ વાર યુક્રેનના સિનિકોએ બોર્ડર ક્રોસ કરી રશિયામાં પ્રવેશ કર્યો હતો. ત્રીજા દિવસે પણ રશિયન સેનાએ યુક્રેનિયન સૈનિકો સાથે લડાઈ ચાલુ રાખી હતી. યુક્રેનિયન સૈનિકોએ કુર્સ્ક વિસ્તારમાં રશિયન સરહદ ક્રોસસ કરી હતી. બે વર્ષ જૂના યુદ્ધમાં રશિયા પરના સૌથી મોટા યુક્રેનિયન હુમલાઓમાંના એકમાં રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર ૬ ઓગસ્ટની સવારે લગભગ ૧,૦૦૦ યુક્રેનિયન સૈનિકોએ ટેક્ધ અને સશસ્ત્ર વાહનો સાથે રશિયન સરહદ પાર કરી હતી.
સુડઝા શહેરની નજીક ભીષણ લડાઈની જાણ કરવામાં આવી છે, અહીંથી જ રશિયન કુદરતી ગેસ યુક્રેનમાં થઈ યુરોપમાં પરિવહન થાય છે. આ યુદ્ધથી તેના અવરોધ ઊભો થવાની શંકા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેનમાં સૈનિકો મોકલ્યાના લગભગ અઢી વર્ષ બાદ આ ઘૂસણખોરી રશિયા માટે એક ફટકો છે.
પુતિને યુક્રેનિયન હુમલાને ’મોટી ઉશ્કેરણી’ ગણાવી છે. ક્રેમલિનને વફાદાર રાજકીય પક્ષના નેતા સર્ગેઈ મીરોનોવે તેને આતંકવાદી હુમલો અને આંતરરાષ્ટ્રીય રીતે માન્ય વિદેશી પ્રદેશ પર આક્રમણ ગણાવ્યું હતું.
કુર્સ્ક પ્રાદેશિક કાર્યકારી ગવર્નર એલેક્સી સ્મિર્નોવે જણાવ્યું હતું કે હજારો રહેવાસીઓને અન્ય સ્થળે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે અમેરિકાને આ હુમલા અંગે અગાઉથી કોઈ માહિતી નથી અને તે કિવ પાસેથી વધુ માહિતી માંગશે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સેના અને ફેડરલ સિક્યુરિટી સવસએ યુક્રેનને બ્લોક કરી દીધું છે અને સૈનિકો કુર્સ્ક વિસ્તારમાં યુક્રેનિયન એકમો સામે લડી રહ્યા છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે ઉત્તરીય જૂથના દળો, રશિયાના એફએસબી સાથે મળીને, રશિયન-યુક્રેનિયન સરહદને અડીને આવેલા કુર્સ્ક પ્રદેશના સુડઝેન્સ્કી અને કોરેનેવસ્કી જિલ્લામાં યુક્રેનની સશસ્ત્ર દળોની સશ રચનાઓનો નાશ કરવાનું ચાલુ રાખે છે.
યુક્રેનના ઉર્જા મંત્રીએ કહ્યું કે સુડઝા દ્વારા ગેસ પરિવહન હજુ પણ કામ કરી રહ્યું છે. મોટાભાગના ઇયુ દેશોએ રશિયન ગેસ પરની તેમની નિર્ભરતા ઓછી કરી છે, પરંતુ ઑસ્ટ્રિયા એક એવો દેશ છે જે હજુ પણ તેનો મોટાભાગનો ગેસ યુક્રેન મારફતે મેળવે છે.
આ લડાઈ સંઘર્ષના નિર્ણાયક તબક્કે પહોંચી રહી છે, જે બીજા વિશ્ર્વયુદ્ધ પછી યુરોપમાં સૌથી મોટું જમીન યુદ્ધ છે. કિવને ચિંતા છે કે જો રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ નવેમ્બરમાં પ્રમુખપદની ચૂંટણી જીતી જાય તો યુએસ સમર્થન નબળું પડી શકે છે.યુક્રેન રશિયન સેનાને રોકવા માંગે છે, જે તેના ૧૮ ટકા વિસ્તાર પર નિયંત્રણ ધરાવે છે.