યુક્રેન પોતાની શરતો સાથે સમાધાન નહીં કરી શકે, રશિયા ફરી હુમલો કરશે

વોશિગ્ટન, અમેરિકા રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુદ્ધવિરામના પક્ષમાં નથી. વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે અમેરિકા અને તેના સહયોગીઓએ અત્યારે યુદ્ધવિરામ કે શાંતિ મંત્રણાની વાત કરવી જોઈએ નહીં. યુક્રેન હજુ સુધી તેની શરતો પર વાટાઘાટો કરવાની સ્થિતિમાં નથી અને જ્યાં સુધી તે ન થાય ત્યાં સુધી તે યુદ્ધવિરામ દ્વારા સુરક્ષિત રહેશે નહીં.

બ્લિંકને કહ્યું કે રશિયાએ યુક્રેનના લગભગ ૨૦% પર કબજો કરી લીધો છે. યુદ્ધવિરામની સ્થિતિમાં આ વિસ્તાર તેમના અધિકારક્ષેત્રમાં જશે. આ વિશ્ર્વ અને ખાસ કરીને રશિયા માટે યોગ્ય સંદેશ નહીં હોય. આ સાથે જે દેશો ભવિષ્યમાં હુમલાની તૈયારી કરી રહ્યા છે તેમને વધુ પ્રોત્સાહન મળશે. અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું કે જ્યાં સુધી યુક્રેન રશિયાને તેની મર્યાદામાંથી બહાર ન ધકેલે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે.

બ્લિંકને એમ પણ કહ્યું હતું કે રશિયા અમને તોડવા માગતું હતું પરંતુ તે આમાં નિષ્ફળ રહ્યું છે. નાટો, ઈયુ અને યુક્રેન ત્રણેય યુક્રેન યુદ્ધ પછી મજબૂત બન્યા છે. જ્યારે રશિયા વધુ સાઈડલાઈન થઈ ગયું છે. હવે માત્ર ચીન તેને સમર્થન આપી રહ્યું છે.

આ સિવાય તેમણે યુક્રેનમાં થયેલી તબાહી માટે રશિયા પાસેથી વળતરની પણ માંગ કરી હતી. અમેરિકા સહિત યુક્રેનને યુદ્ધમાં સાથ આપી રહેલા ઘણા દેશોનું માનવું છે કે યુક્રેનને ફરીથી વિક્સાવવા માટે ઘણા પૈસાની જરૂર પડશે. રશિયા તેની સ્થિતિ માટે જવાબદાર છે, તેથી તેણે જવાબદારી લેવી જોઈએ અને પુનનર્માણમાં મદદ કરવી જોઈએ. તે જ સમયે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે હવે તેઓ રશિયા પર હુમલો કરવા માટે તૈયાર છે.

ઝેલેન્સકીએ કહ્યું- અમે રશિયા સામે બદલો લેવા તૈયાર છીએ. આ કોઈ ફિલ્મ નથી, તેથી તેની અસર કેવી હશે તે હું કહી શક્તો નથી. યુક્રેન માત્ર ઇચ્છે છે કે રશિયા એ અહેસાસ કરાવે કે અમે કોઈપણ ભોગે તેની સામે લડીશું. અમે રશિયાને કહેવા માંગીએ છીએ કે હુમલો થવાથી તેને કેવું લાગે છે. અમે રશિયન સેનાની પીછેહઠ જોવા માંગીએ છીએ.