યુક્રેનના ખેરસોનમાં પરિસ્થિતિ વધુ વણસી:પુતિને શહેર ખાલી કરવાનો આદેશ આપ્યો, મોડી રાત્રે કર્ફ્યૂ લાદવામાં આવ્યો

in


કીવ,
યુક્રેનના ખેરસોનમાં શુક્રવારે મોડી રાત્રે કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી. રશિયા દ્વારા નિયુક્ત ખેરસોનના ગવર્નર સ્ટ્રેમોસોવે જણાવ્યું હતું કે અહીં સ્થિતિ વધુ ખરાબ થવાની છે. યુક્રેનના ખેરસોન પ્રાંત પર રશિયા એનું અધિકારક્ષેત્ર હોવાનો દાવો કરે છે.યુક્રેનની સેના સતત ખેરસોનને ફરીથી કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિને ખેરસોનમાં યુક્રેનની સેના સામે મોટી કાર્યવાહીના સંકેત આપ્યા છે.

પુતિને નાગરિકોને યુક્રેનના કબજા હેઠળના ખેરસોનમાંથી ખસી જવા કહ્યું છે. પુતિને કહ્યું હતું કે ખેરસોનમાં અત્યારસુધીની સૌથી ખતરનાક કાર્યવાહી થઈ રહી છે. પુતિને પુનરુચ્ચાર કર્યો કે ખેરસોન રશિયાના અધિકારક્ષેત્ર હેઠળ છે.

રશિયા બ્લેક સીનાં બંદરો કબજે કરવા માગે છે. આ બંદરો વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે, સાથે જ ભૂમય સમુદ્રને જોડતો વેપારી માર્ગ પણ અહીંથી પસાર થાય છે, તેથી વ્યવસાય માટે પણ તેમને નિયંત્રિત કરવું જરૂરી છે. ખેરસોન એક અગ્રણી શિપ મેન્યુફેક્ચર છે. અહીં મર્ચન્ટ શિપ, કન્ટેનર શિપ, આઇસબ્રેર્ક્સ, આકટેક્ટ સપ્લાય શિપ બનાવવામાં આવે છે. આ ભાગને રશિયામાં સામેલ કરીને રશિયા પોતાની દરિયાઈશક્તિ વધારી શકે છે.


ખેરસોન એ બ્લેક સીની નજીક સ્થિત એક મુખ્ય બંદર છે. એ રશિયન સરહદની ખૂબ નજીક છે. એનું ભૌગોલિક સ્થાન ૨૦૧૪માં ક્રિમિયાના જોડાણથી રશિયા માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે. આ ભાગને રશિયામાં સામેલ કર્યા પછી રશિયા મોસ્કોને ડોનેત્સ્ક સાથે ડોનબાસ અને ક્રિમિયાને લુહાન્સ્ક સાથે જોડતો પુલ બનાવી શકે છે.