મોસ્કો, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થતું નથી. રશિયા અને યુક્રેન બંને એકબીજા પર હુમલા કરી રહ્યા છે. યુક્રેન પણ રશિયા સામે સતત જવાબી કાર્યવાહી કરી રહ્યું છે.
યુક્રેન પણ પશ્ર્ચિમી દેશો પાસેથી મળી રહેલી મદદ સાથે આક્રમક વલણ અપનાવી રહ્યું છે. યુદ્ધની વચ્ચે રશિયાએ મોટો દાવો કર્યો છે. રશિયાએ કહ્યું છે કે તેણે યુક્રેનના મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. ૨૩૪ યુક્રેનિયન લડવૈયાઓને પણ માર્યા ગયા.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે મંગળવારે રાત્રે કહ્યું કે તેની સેના અને સુરક્ષા દળોએ રશિયન સરહદી વિસ્તારમાં હુમલાને નિષ્ફળ બનાવ્યો અને ૨૩૪ લડવૈયાઓને મારી નાખ્યા. એક નિવેદનમાં મંત્રાલયે આ હુમલા માટે કિવ શાસન અને યુક્રેનિયન આતંકવાદી સંગઠનોને જવાબદાર ઠેરવ્યા છે.
રશિયન સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે રશિયન સેના યુક્રેનિયન હુમલાખોરોને રોકવા અને સીમાપારથી થતા હુમલાઓને નષ્ટ કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. નિવેદનમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે હુમલાખોરોની સાત ટેક્ધ અને પાંચ સશ વાહનોનો નાશ કરવામાં આવ્યો છે. મંગળવારે સવારે સરહદ પર થયેલી લડાઈ વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. વાસ્તવમાં, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી આ ક્ષેત્રમાં છૂટાછવાયા સીમાપાર હુમલાઓ થયા છે, પરંતુ બંને પક્ષો દ્વારા કરવામાં આવેલા જુદા જુદા દાવાઓને કારણે પરિસ્થિતિ હંમેશા અસ્પષ્ટ રહી છે.
યુક્રેનિયન ડ્રોને રશિયાની અંદર બે તેલ સ્થાપનો પર હુમલો કર્યો, રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું. તે જ સમયે, યુક્રેનમાં રશિયાના વિરોધીઓએ દાવો કર્યો છે કે સશસ્ત્રદળોએ રશિયાના સરહદી વિસ્તારમાં ઘૂસણખોરી કરી છે. કિવના અધિકારીઓનું કહેવું છે કે સૈનિકો યુક્રેન માટે લડી રહેલા રશિયન સ્વયંસેવકો છે અને તેમણે સરહદ પાર કરી હોવાનો દાવો કર્યો છે.
’ફ્રીડમ ઑફ રશિયા લિજન’, ’રશિયન વોલેન્ટિયર કોર્પ્સ’ અને ’સાઇબેરીયન બટાલિયન’ એ રશિયન પ્રદેશ પર હોવાનો દાવો કરીને સોશિયલ મીડિયા પર નિવેદનો અને વીડિયો જારી કર્યા છે. તેમણે કહ્યું કે તેઓ રશિયાને પુતિનની સરમુખત્યારશાહીથી મુક્ત કરાવવા માંગે છે.
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે.આ યુદ્ધમાં રશિયાએ યુક્રેનના મોટા વિસ્તાર પર કબજો કરી લીધો છે. તે જ સમયે, આ યુદ્ધના કારણે રશિયાને પણ ગંભીર નુક્સાન થયું છે. આ સમગ્ર યુદ્ધમાં હજારો રશિયન સૈનિકો માર્યા ગયા છે. જો પશ્ચિમી દેશોના આંકડાઓ પર નજર કરીએ તો આ યુદ્ધમાં ૩ લાખથી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ કારણે રશિયન સેનામાં સૈનિકોની અછત છે. બીજી તરફ યુક્રેનને અમેરિકા સહિત પશ્ચિમી દેશો તરફથી સૈન્ય અને આર્થિક મદદ મળી રહી છે. આનાથી યુક્રેન વધુ આક્રમક બન્યું છે