યુક્રેનના ૭ શહેરો પર મિસાઈલ એટેક:ઝેલેન્સકીએ કહ્યું- પુતિન પોતની વાત પર અડગ નથી રહેતા

કીવ,

રશિયા-યુક્રેન જંગ વચ્ચે રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનથી વાત કરવાની મનાઈ કરી દીધી છે. ઝેલેન્સ્કીએ કહ્યું-જ્યાં સુધી રશિયન સેના યુક્રેન નહીં છોડે ત્યાં સુધી અમે તેમની સાથે વાત નહીં કરીએ. જ્યારે રશિયન સેનાએ રાજધાની કિવ સહિત ૭ શહેરો પર લગભગ ૧૫ મિસાઈલ ફેંકી. આ હુમલામાં ૬ લોકોનાં મોત થયાં છે.

મિસાઈલ હુમલામાં રેસિડેન્શિયલ બિલ્ડિંગ અને પાવર પ્લાન્ટને ટાર્ગેટ કર્યો છે. જેના કારણે જપોરીજિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટથી પાવર સપ્લાય બંધ થઈ ગયો છે. કિવના ૧૫% વિસ્તારમાં બ્લેકઆઉટ થઈ ગયું છે, જ્યારે અન્ય શહેરોમાં પણ પાવર સપ્લાય નથી.

ઝેલેન્સ્કિએ કહ્યું- પુતિન પોતાની વાત પર અડગ નથી રહેતા આથી કોઈ પણ સંજોગે અમે વાતચીત કરવા નથી ઈચ્છતા. અમે તેમના પર ભરોષો નથી કરતા. રશિયા યુક્રેન છોડશે પછી જ અમે કોઈ પણ પ્રકારની ડિપ્લોમેટિક વાતચીત કરવા તૈયાર થઈશું. અમે નથી ઈચ્છતા કે યુક્રેનને જંગની આદત પડી જાય.

ભારત, અમેરિકા અને ચીન સહિત તમામ દેશ પુતિનને જંગ સમાપ્ત કરવા કહી ચૂક્યા છે. ઈઝરાયલ અને તુર્કીએ પણ મયસ્થતા કરવાના પ્રયત્નો કર્યા છે. માર્ચની શરૂઆતમાં ય્૨૦ દેશના વિદેશમંત્રીઓની બેઠકમાં ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જંગ સમાપ્ત કરવાની વાત કરી હતી. આ પહેલા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સમરકંદમાં એસસીઓ સમિટ દરમિયાન મોદીએ કહ્યું હતું કે ’આ જંગનો યુગ નથી.’ મંત્રણા દ્વારા યુદ્ધને વહેલામાં વહેલી તકે સમાપ્ત કરવા માટે અમેરિકાએ પણ ઘણી વખત સમર્થન કર્યું છે. લગભગ એક મહિના પહેલા અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું હતું કે પુતિન હજુ પણ યુદ્ધને રોકી શકે છે. આ માટે પીએમ મોદી જે પણ પ્રયાસ કરવા માંગતા હોય, તેમણે તે કરવા જોઈએ. યુનાઇટેડ સ્ટેટ્સ કોઈપણ પહેલને આવકારશે જે યુદ્ધનો વહેલો અંત લાવે અને બંને દેશો વચ્ચે દુશ્મનાવટનો અંત લાવે.

યુદ્ધના એક વર્ષ પછી, યુએન જનરલ એસેમ્બલીમાં યુક્રેનમાં શાંતિ અને રશિયન સેનાની પીછેહઠ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તે જ સમયે, ચીને ૧૨ મુદ્દાની શાંતિ યોજના પણ જારી કરી હતી. જેમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામની અપીલ કરવામાં આવી હતી. બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણાની સાથે સાથે પશ્ર્ચિમી દેશો દ્વારા રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને ખતમ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.