લંડન,
ચીન પછી હવે બ્રિટનમાં કોરોનાથી પરિસ્થિતિ વણસી છે. હોસ્પિટલમાં બેડ મળી નથી રહ્યા. ઓક્સફોર્ડ શહેરની રેડક્લિક હોસ્પિટલની એક તસ્વીર સામે આવી છે. તેમાં એક બાળકીને બેડ ન મળવા પર પ્લાસ્ટિકની ખુરશીમાં સુતેલી જોવા મળે છે. અહીં, સ્વિંડન શહેરની ગ્રેટ વેસ્ટર્ન હોસ્પિટલમાં સારવાર માટે એક દર્દીને ૯૯ કલાક રાહ જોવી પડી.
બ્રિટનના એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે ઈમરજન્સી સેવા ઉપલબ્ધ ન હોવાને કારણે દર અઠવાડિયે ૩૦૦થી ૫૦૦ મૃત્યુ થઈ રહ્યા છે. હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાયની અછત છે. ખરેખર, બ્રિટનમાં કોરોનાના વધતા જતા કેસોની સાથે ખતરનાક લૂ પણ ફેલાઈ રહ્યો છે. આ કારણે નવેમ્બરની સરખામણીમાં ડિસેમ્બરમાં ૧૨ કલાકથી વધુ સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવાની રાહ જોનારા લોકોની સંખ્યામાં ૩૫૫%નો વધારો થયો છે.
યુક્રેનના હેલ્થ એક્સપર્ટ ફેદિર લપ્પીનું કહેવું છે કે યુક્રેનમાં કોરોનાથી દર અઠવાડિયે ૫૦થી ૭૦ મોત થઈ રહી છે. છે. તેમાં ૯૦% લોકોની ઉંમર ૬૦ વર્ષથી વધુની છે. લપ્પીએ કહ્યું કે, આ આંકડો આનાથી પણ વધુ હોઈ શકે છે. પરંતુ લોકો ઈલાજ માટે ડોક્ટર્સ પાસે પહોંચી શક્તા નથી. નિષ્ણાત મિખાઇલો રાદુત્સ્કીના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોના અને હોસ્પિટલમાં દાખલ થવાના કેસ ઝડપથી વધી રહ્યા છે.યુક્રેનમાં કોરોના અને હોસ્પિટલમાં દાખલ થવાના કેસ ઝડપથી વધી રહ્યા છે.
યુરોપીય સંઘે ચીનને ફ્રી વેક્સિનની ઓફર કરી છે. આ સમયે ચીન કોરોનાથી પીડિત છે. લંડનની ગ્લોબલ હેલ્થ ઈન્ટેલિજન્સ કંપની એરફિનિટી અનુસાર, ચીનમાં દરરોજ કોરોનાને કારણે ૯ હજાર લોકોના મોત થઈ રહ્યા છે. ૧૩ જાન્યુઆરીએ અહીં પીક આવશે, જેમાં એક દિવસમાં ૩૭ લાખ કેસ આવશે. ૨૩ જાન્યુઆરીએ ૨૫ હજાર મૃત્યુનો અંદાજ છે.
હોંગકોંગમાં સોમવારે ૨૦,૨૩૦ નવા કેસ નોંધાયા છે. ૭૪ લોકોના મોત થયા છે. ચીનમાં તમિલનાડુના રહેવાસી અબ્દુલ શેખનું મોત થયું છે. તેની ઉંમર ૨૨ વર્ષ હતી. મોતનું કારણ કોઈ બીમારી જણાવવમાં આવ્યું છે, પરંતુ સ્પષ્ટ રીતે બીમારીનું નામ જણાવવમાં આવ્યું નથી. અબ્દુલના મૃતદેહને પરત લાવવા પરિવારે વિદેશ મંત્રાલયની મદદ માગી છે.
ચીનથી આવનારા પ્રવાસીઓ પર અત્યાર સુધી ૧૩ દેશ પ્રતિબંધ લગાવી ચૂક્યા છે. લિસ્ટમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, મોરક્કો, ફ્રાન્સ, બ્રિટન, સ્પેન, અમેરિકા, જાપાન, ઈઝરાયલ, ભારત, ઈટલી, સાઉથ કોરિયા અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. તાઈવાને પણ ચીનથી આવનારા લોકો માટે કોવિડ ટેસ્ટિંગ ફરજિયાત કરી છે. મોટાભાગના દેશમાં ચીનના પ્રવાસીઓએ કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. મોરક્કોએ ચીનથી આવનારા પ્રવાસીઓ પર ૩ જાન્યુઆરી સુધી બેન લગાવ્યો હતો. તે પછી ભલે ગમે તે દેશના હોઈ શકે છે.