રશિયા, યૂક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ૨ વર્ષ પૂર્ણ થયા છે. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયાએ યૂક્રેન પર હુમલા શરૂ કર્યા હતા. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેને સૈન્ય કાર્યવાહી ગણાવી હતી જે અત્યાર સુધી ચાલુ જ છે. બન્ને દેશના લાખો લોકો ૨ વર્ષથી યુદ્ધનો ત્રાસ સહન કરી રહ્યાં છે. આ દરમિયાન આપણે જાણીયે ૨ વર્ષમાં યુદ્ધમાં બન્ને દેશમાં કેટલું નુક્સાન થયું.
રશિયા અને યૂક્રેન વચ્ચે ટકરાવ નવો નથી. વર્ષ ૨૦૧૪માં રશિયાએ યૂક્રેનના ટાપુ ક્રીમિયા પર કબ્જો કરી લીધો હતો. તે બાદથી બન્ને દેશ વચ્ચે સ્થિતિ ટકરાવપૂર્ણ કરી છે. તેનું સૌથી મોટું કારણ યૂક્રેનનો પશ્ર્ચિમ તરફ ઝુકાવ અને ઉત્તરી એટલાન્ટિક સંધિ સંગઠન (દ્ગર્છ્ં)માં સામેલ થવાની ઇચ્છા હતી. રશિયાને ડર છે કે જો યૂક્રેન દ્ગર્છ્ંમાં સામેલ થઇ ગયું તો તેની મુશ્કેલી વધી શકે છે. યુદ્ધમાં યૂક્રેનના ૧૦ હજાર નાગરિકોના મોત થયા છે જ્યારે ૧૮,૫૦૦ લોકો ઘાયલ થયા છે. ૩૦ હજાર કરતા વધુ યૂક્રેની હજુ પણ ગાયબ છે. યૂક્રેનના ૧.૭૬ કરોડ લોકો રાહત સામગ્રીના વિશ્વાસ રહે છે. સંયુક્ત રાષ્ટ્ર (UN )નું કહેવું છે કે ૧.૪ કરોડ લોકો યુદ્ધને કારણે વિસ્થાપિત થયા છે. તે યૂક્રેનની કુલ વસ્તીના લગભગ એક તૃતિયાશ છે.
૨ વર્ષમાં બન્ને દેશના ૫ લાખથી વધુ સૈનિકોના મોત થયા છે. જોકે, બન્ને દેશ નુક્સાનના અલગ અલગ આંકડા જણાવે છે પરંતુ કેટલાક અનુમાનમાં તેમની સંખ્યા ૫ લાખ કરતા વધુ આંકવામાં આવી છે. અમેરિકાનું કહેવું છે કે અત્યાર સુધી ૩.૧૫ લાખ રશિયાના સૈનિકોના મોત થયા છે. સ્થિતિ એવી બની ગઇ છે કે બન્ને દેશ સૈનિકોની ભારે કમી સામે ઝઝુમી રહ્યાં છે. અત્યાર સુધી રશિયાએ યૂક્રેનની ૧૮ ટકા જમીન પર કબ્જો કરી લીધો છે. યૂક્રેનના ૬ મોટા શહેર- સેવેરોડોનેટ્સ્ક, લુહાંસ્ક, જપોરિજિયા, મારિયુપોલ અને મેલિટોપોલ આંશિક અથવા પૂર્ણ રીતે રશિયાના કબ્જામાં છે.
તાજેતરમાં યૂક્રેનના સૈનિક અવદિવકા શહેરમાંથી પાછળ ખસી ગયા હતા. હવે આ શહેર પણ રશિયાના કબ્જામાં છે. રશિયાએ બ્લેક સીના મોટાભાગ પર કબ્જો કરી લીધો છે.રશિયા-યૂક્રેન યુદ્ધના નજીકના ભવિષ્યમાં રોકાવાની શક્યતા નથી. વિશ્લેષકોનું માનવું છે કે માત્ર સમજૂતિ જ યુદ્ધને ખતમ કરાવી શકે છે પરંતુ બન્ને દેશ તેના માટે તૈયાર જોવા મળતા નથી.
યૂરોપિયન કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સનો એક સર્વે કહે છે કે મોટાભાગના યૂરોપીય લોકો રશિયા વિરૂદ્ધ યુદ્ધમાં યૂક્રેનનું સમર્થન કરે છે પરંતુ ૧૦માંથી માત્ર એકને લાગે છે કે યૂક્રેન જીતી શકે છે. યુદ્ધમાં મોટાભાગના પશ્ચિમ દેશ યૂક્રેનના સમર્થનમાં જોવા મળે છે. અમેરિકા, બ્રિટન અને યૂરોપના કેટલાક દેશ તો યૂક્રેનને કરોડો ડૉલરની સૈન્ય સહાય પણ કરે છે. જોકે, કેટલાક ટિકાકાર પશ્ચિમ પર યૂક્રેનને યુદ્ધમાં ધકેલવાનો આરોપ પણ લગાવે છે. બીજી તરફ ચીન રશિયાનું સમર્થન કરી રહ્યુ છે. સાઉદી અરબ સહિત કેટલાક દેશોએ વાતચીતનો પ્રસ્તાવ પણ મુક્યો હતો જેના પર સંમ્મતિ બની શકી નહતી.