
દાહોદ,દાહોદ જીલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળની જીલ્લાનીચિંતન સભા, સંમેલન ડો.આંબેડકર આશ્રમશાળા ઉકરડી ખાતે દાહોદના મામલતદાર મિશ્રાની અધ્યક્ષતામાં તેમજ ઉદ્ઘાટક તરીકે રાજકોટ થી અનુસૂચિત જાતિ સૌરભના પ્રેરક દિનેશભાઈ પરમાર અને ઝાબુઆ થી પધારેલ પદ્મ રમેશભાઈ પરમાર અને પદ્મ શાંતીબેન પરમારની ઉપસ્થિતિમાં યોજાય હતી. પદ્મ દંપતિનું સન્માન દાહોદ જીલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળએ સ્મૃતિ ચિન્હ અને સાલ ઓડાવી કરવામાં આવ્યું.

સ્વાગત પ્રવચન આશ્રમ શાળાના આચાર્ય રામસિંગભાઈ સોલંકી કર્યું હતું. મંચસ્થ મહાનુભવોનું સાલ અને પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન મામલતદાર મિશ્રાએ, વડોદરા થી પધારેલ બિલ્ડર ગીરીશભાઈ મિસ્ત્રીએ, પદ્મ રમેશભાઈ પરમારએ, આ પ્રસંગે દાહોદ જીલ્લામાંથી વિવિધ 36 જેટલા કર્મશીલોનું મુમેન્ટ અને સાલ ઓડાવી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદમંડળના પ્રમુખ ગોપાલભાઈ ધાનકાએ પ્રારસંગિક પ્રવચન કર્યું હતું. રાજકોટ થી પધારેલ અનુસૂચિત જાતિ સૌરભના પ્રેરક દિનેશભાઈએ જણાવ્યું કે જેમ વિવિધ પેટાજાતિ સમૂહોએ તેમના સામાજીક રીત-રિવાજના યોગ્ય નિયમન માટે પરંપરાગત સામાજીક પંચ રચેલ છે. તેમ સમસ્ત અનુસૂચિત જાતિ માટેની સંવૈધાનિક જોગવાઈઓના યોગ્ય નિયમન તેમજ શ્રેષ્ઠ ભાવી આયોજન માટે સમસ્ત અનુસૂચિત જાતિ સમુદાયે સંવૈધાનિક પણે સામાજીક રીતે સંગઠિત થવું આવશ્યક છે. અને આ સંગઠનની પ્રક્રિયામાં સહુને જોડાવા માટે આપણે પ્રત્યેક તાલુકા જીલ્લા સ્તરે અનુસૂચિત જાતિ કેળવણી મંડળ રચવા જોઈએ .જેના માધ્યમથી આપણે સમસ્ત અનુસૂચિત જાતિ સમુદાયને રાજ્યસ્તરે સંવૈધાનિક પણે સંગઠિત કરીને વિકાસ ઉન્મુખ કરવાના આયોજન બદ્ધ સામુહિક પ્રયાસો કરી શકીએ.

જીલ્લા કક્ષાની બેઠકમાં તેમણે અનુસૂચિત જાતિ કેળવણી મંડળ સ્થાપવાના ઉદ્દેશો, તેનું કાર્યક્ષેત્ર, તેના નીતિ નિયમો, વિગેરે બાબતે ખુલા મને સમાજ વિચાર મંથન કર્યો હતો આ કેળવણી મંડળ સમસ્ત અનુસૂચિત જાતિ સમુદાયને સંવૈધાનિક રાહે બિન રાજકીય અને બિન સાંપ્રદાયિક પણે સંગઠિત થવા પ્રેરવા માટે છે કે, જેથી આપણા સહિયારા આયોજનબદ્ધ પ્રયાસો થી સમસ્ત અનુસૂચિત જાતિ સમુદાયની ભાવિ પેઢી સંપૂર્ણ સાક્ષરતા પામે, શિસ્તપ્રિય અને વ્યસન મુક્ત નાગરિક બને, આર્થિક અને સહકારી ક્ષેત્રે ઉત્કર્ષ સાધી શકે અને એ દ્વારા સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે. આ બેઠકના અંતે તાલુકા મથકના તેમજ જીલ્લા મથકના અનુસૂચિત જાતિ કેળવણી મંડળના પદાધિકારીઓની વર્ણી કરવામાં આવી હતી. પ્રમુખ ગોપાલભાઈ ધાનકા દાહોદ, મંત્રી કિરણસિંહ ચાવડા જેસાવાડા, ઉપપ્રમુખ દેવચંદભાઈ પરમાર સુખસર, ઉપપ્રમુખ વિજયભાઈ પીઠાયા દાહોદ, સહમંત્રી ગજાનંદભાઈ પીઠાયા જેતપુર દુ, સહમંત્રી હીમાંશુભાઈ નાગર દાહોદ, ખજાનચી કનુભાઈ મકવાણા દે બારીયા, આંતરિક ઓડિટર રમેશભાઈ પીઠાયા નળુ, વિગેરે હોદ્દેદારોની સર્વાનું મતે વરણી કરવામાં આવી. જીલ્લા કારોબારીમાં 23 સભ્યો અને કો,ઓપ્ટ તરીકે કારઠના મગનભાઈ જાટવાની જાહેરત કરવામાં આવી. આભાર વિધિ જીલ્લા સહ ક્ધવીનર કિરણસિંહ ચાવડાએ કરી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઈશ્ર્વરભાઈ પરમાર કર્યું હતું. આ પ્રસંગે જીલ્લામાંથી 105 જેટલા કર્મશીલો ઉપસ્થિત રહ્યા હતા. તે સૌનો આભાર વ્યક્ત કરી ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા.