યુકેમાં ઈમિગ્રેશનના નિયમો કડક થયા, ઈંગ્લેન્ડ જવા ઈચ્છતા ભારતીયો પર અસર થશે

ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને કેનેડાની સાથે સાથે મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ યુકેમાં પણ ભણવા માટે જાય છે. એટલે યુકે માટે પણ ઈમિગ્રન્ટ્સ એક મહત્વનો મુદ્દો છે. બહારના દેશમાં આવીને રોજગારી મેળવતા ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ હવે સ્થાનિકોમાં રોષ વધી રહ્યો છે. સ્થાનિકોના આ રોષને જોતા યુકે સરકારે ઈમિગ્રન્ટ્સ માટેના નિયમો વધુ કડક બનાવ્યા છે, જેને કારણે વિદેશથી ભણવા આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થવાની શક્યતા છે. 

યુકે ગવર્નમેન્ટના ગૃહ મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી 2024 માટે એક ફેક્ટશીટ જાહેર કરવામાં આવી છે. જેમાં દેખાઈ રહ્યું છે કે યુકેમાં માઈગ્રેશન ઘટી રહ્યું છે. સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે જૂન 2022થી જૂન 2023ના ગાળામાં 6.72 લાખ વિદેશી વિદ્યાર્થીઓ યુકે આવ્યા હતા.  આને કોરોના પહેલાના સમય સાથે સરખાવીએ તો વિદેશથી આવતા લોકોની સખ્યા વધી છે, પરંતુ ડિસેમ્બર 2020ના ગાળાના આંકડા મુજબ વિદેશીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. 

યુકેમાં કાયદેસર રીતે આવતા વિદેશીઓની સંખ્યામાં થયેલા વધારાને રોકવા માટે યુકે સરકાર કાર્યરત્ થઈ છે. આ ઉપરાંક યુકેમાં બીજા દેસમાંથી આવતા વિદ્યાર્થીઓ ડિપેન્ડન્ટ્સને પણ બોલાવે છે, તેવા કિસ્સાઓ પણ ઘટી રહ્યા છે. યુકે સરકારને આસંકા છે કે માઈગ્રેશન પોલિસીનો દુરુપયોગ થઈ રહ્યો છે, અને મોટી સંખ્યામાં લોકો અહીં આવી રહ્યા છે. એટલે માઈગ્રેશન સિસ્ટમાં જે લૂપ હોલ્સ હતા, તેને દૂર કરવા માટે નવા પ્રતિબંધ જાહેર કરાયા છે. જેને કારણે વિદેશથી યુકે આવતા લોકોની સંખ્યામાં 3 લાખનો ઘટાડો થશે.

યુકેએ પોતાને ત્યાં આવતા માઈગ્રન્ટ્સની સંખ્યામાં ઘટાડો કરવા કેટલાક પ્રતિબંધ મૂક્યા છે. જે મુજબ જે પણ વિદેશી નાગરિક યુકેમાં કેર વર્કર તરીકે આવે છે, તે પોતાના ફેમિલીને અહીં નહીં બોલાવી શકે. આ ઉપરાંત યુકેની સોશિયલ કેર કંપનીઓએ કેર ક્વોલિટી એજન્ટની શરતો માનવી જરૂરી છે. આ પ્રતિબંધો 11 માર્ચથી અમલમાં આવવાના છે.  આ ઉપરાંત વિદેશી કર્મચારીઓ યુકેમાં કામ કરે છે, તેમની આવક મર્યાદાનો માપદંડ પણ વધારી દેવાયો છે. જેથી ઓછા વેજિસમાં કામ કરતા વિદેશી કામગારોએ ગમે ત્યારે યુકે છોડીને પાછા જવું પડી શકે છે.

વિદેશી વર્કર્સના પગારના બેન્ચમાર્કમાં 50 ટકાનો વધારો કરાયો છે. અગાઉ જે કામગીરી માટે 26,200 પાઉન્ડની સેલરી યોગ્ય ગણાતી હતી, તેના માટે આવકનો બેન્ચમાર્ક 38,700 પાઉન્ડ કરી દેવાયો છે. એટલે હવે યુકેની કંપનીઓ વિદેશી કેર વર્કર્સને સસ્તા ભાવે હાયર નહીં કરી શકે. જેથી વિદેશીઓની નોકરીની તકો ઘટી જશે.

યુકે સરકારનું માનવું છે કે માત્ર એવા જ લોકો તેમના દેશમાં આવે, જે પોતાના પગારમાંથી પરિવારનો ખર્ચ કાઢી શકે. આ માટે ફેમિલી વિઝાની પ્રક્રિયા પણ કડક બનાવાઈ છે. યુકે સરકારનું માનવું છે કે ડિપેન્ડટ્સ નોકરી ન કરે તો સ્થાનિકોની નોકરીની તક વધી શકે છે. એટલે ડિપેન્ડટ્સના ફેમિલી મેમ્બરનો પગાર એટલો હોવો જરૂરી છે, જેમાંથી તેઓ ફેમિલીનો ખર્ચ કાઢી શકે.