ઉજવણી…ઉલ્લાસમય શિક્ષણની કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2024: તૃતીય દિવસ

  • પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિમાં લીમખેડા તાલુકાની ઘૂટીયા પ્રાથમિક શાળામાં ભૂલકાંઓનો શાળા પ્રવેશ.
  • વિકાસનો તેમજ શિક્ષણનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. તમામ શાળાઓ ’એ’ ગ્રેડ લાવે એવા પ્રયત્નો વાલીઓ તેમજ શિક્ષકો સૌએ મળીને કરવાના છે.- મંત્રીબચુભાઈ ખાબડ

દાહોદ, દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં તેમજ પ્રકૃતિની ગોદમાં આવેલ ઘૂટીયા પ્રાથમિક શાળા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિમાં નાનકડાં ભૂલકાંઓએ શાળા પ્રવેશ મેળવ્યો હતો.

મંત્રી બચુભાઈ ખાબડ તેમજ અન્ય મહાનુભાવો દ્વારા બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ- 1 માં પ્રવેશ કરતા બાળકોને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કિટ ભેટ આપીને ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતા. આંગણવાડીમાં 3 ક્ધયા તેમજ 7 કુમાર સહિત કુલ 10 બાળકો, બાલ વાટિકામાં કુલ 17 બાળકો, ધોરણ – 1 માં કુલ 11 બાળકોએ શાળા પ્રવેશ મેળવ્યો હતો.

ઉપરાંત ધોરણ 3 થી 8 માં પ્રથમ નંબર લાવનાર કુલ 6 વિદ્યાર્થીઓ, સી.ઈ.ટી. પરીક્ષામાં સિદ્ધિ મેળવનાર બાળકોની સંખ્યા કુલ 2, એન.એમ.એમ.એસ. પરીક્ષામાં સિદ્ધિ મેળવનાર કુલ 2 બાળકો, મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષામાં 4 બાળકો, તાલુકા તેમજ ક્લસ્ટર કક્ષાએ ગણિત – વિજ્ઞાન પ્રદર્શનમાં સિદ્ધિ મેળવનાર કુલ 4 બાળકો હતા.

કાર્યક્રમ દરમ્યાન શાળાની વિદ્યાર્થીનીએ અમૃતવચન રૂપે વૃક્ષોની મહત્વતા જણાવી હતી. ત્યારબાદ શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને સરકાર તરફથી આપવામાં આવતી શિક્ષણ શરૂ થયાથી શિક્ષણ પૂર્ણ થાય ત્યાં સુધીમાં અપાતી વિવિધ શૈક્ષણિક યોજનાઓ અંગેની સમગ્ર જાણકારી આપી સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા.

બાળકોના વિકાસ માટે પ્રવેશોત્સવ બાદ પણ શાળા સ્તરે સતત રચનાત્મક કાર્યક્રમો યોજવા શિક્ષકોને મંત્રીએ અનુરોધ કર્યો હતો. ક્ધયા કેળવણી ઉપર ભાર મુકતા ખાસ કરીને નબળા બાળકો વિશેષ ધ્યાન આપવા શિક્ષકોને અપીલ કરી હતી. ડ્રોપ આઉટ રેશિયો ઘટે એ માટે વાલી, ગામના અગ્રણીઓ, એસ. એમ. સી. ના સભ્યો તથા શિક્ષકો મળીને સક્રિય કામગીરી કરે તેમ જણાવ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિકાસનો તેમજ શિક્ષણનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. તમામ શાળાઓ ’એ’ ગ્રેડ લાવે એવા પ્રયત્નો વાલીઓ તેમજ શિક્ષકો સૌએ મળીને કરવાના છે. ભારતને પૂર્ણ વિકસિત બનાવવા માટે આજના બાળકો અભ્યાસ કરી આગળ વધે એ જરૂરી છે. બાળકના ભવિષ્ય સુધારવા માટે શિક્ષણ મળે એનું ધ્યાન રાખવું એ આપણી સૌની સહિયારી જવાબદારી છે.

ત્યારબાદ કોમ્પ્યુટર લેબના ઉદ્ઘાટન કર્યા પછી એસ. એમ. સી. બેઠક યોજાઈ હતી જેમાં શાળા તેમજ વિદ્યાર્થીઓને લગતી માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે લાયઝન અધિકારી, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જીલ્લા પંચાયત સદસ્ય, તાલુકા શૈક્ષિક સંઘના પ્રમુખ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા સભ્ય, તાલુકા પંચાયત સદસ્ય, એસ.એમ.સી. અધ્યક્ષ, આઈ.સી.ડી.એસ.સુપરવાઈઝર, મહિલા મોરચા પ્રમુખ, માજી સરપંચ, આરોગ્ય કર્મચારી, વાલીઓ, ગ્રામજનો સહિત નોંધનીય સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.