ઉદ્યોગપતિ કેશબ મહિન્દ્રાનું ૯૯ વર્ષની વયે નિધન, ૨૦૧૨માં ભત્રીજા આનંદને કંપનીની કમાન સોંપી હતી

નવીદિલ્હી,ભારતના સૌથી મોટા અબજપતિઓમાંથી એક અને મહિંદ્રા એન્ડ મહિંદ્રાના એમેરિટસ ચેરમેન કેશબ મહિંન્દ્રાનું બુધવાર ૧૨ એપ્રિલ ૨૦૨૩એ નિધન થયું છે. ૯૯ વર્ષની ઉંમરમાં તેમણે અંતિમ શ્ર્વાસ લીધા. હાલમાં જ જાહેર ફોર્બ્સની ૨૦૨૩ની બિલિયેનર્સ લિસ્ટમાં તેમને ભારતના ૧૬ નવા અબજપતિઓમાં શામેલ કરવામાં આવ્યા હતા. તે પોતાની પાછળ ૧.૨ અબજ ડોલરની સંપત્તિ મુકીને ગયા છે. તેમણે ૪૮ વર્ષો સુધી મહિંદ્રા ગ્રુપનું નેતૃત્વ કર્યા બાદ ૨૦૧૨માં ચેરમેનનું પદ છોડ્યું હતું.

દિવંગત કેશબ મહિંન્દ્રાએ ૧૯૪૭માં પોતાના પિતાની કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું ત્યાર બાદ ૧૯૬૮માં તેમને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. કેશબ મહિન્દ્રા, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાના કાકા હતા અને અત્યાર સુધી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન એમેરિટ હતા. વર્ષ ૨૦૧૨માં તેમના ગ્રુપ ચેરમેન પદથી રિટાયર થયા બાદ આનંદ મહિન્દ્રાને આ જવાબદાર મળી હતી.

૧૯૪૭માં જ્યારે તેમણે પિતાની કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મહિન્દ્રા ગ્રુપનો મુખ્ય કારોબાર ઐતિહાસિક વિલિસ જીપ્સ બનાવવાનું હતું. હાલ મહિન્દ્રા ગ્રુપ એક ડાયવસફાઈડ વ્યાપારી ગ્રુપ છે. જેમનો વ્યાપાર ઓટોમોબાઈલથી લઈને ડિફેન્સ, એનર્જી, સોટવેર સર્વિસ, હોસ્પિટાલિટી અને રિયલ એસ્ટેટ સુધી ફેલાયેલો છે. નેતૃત્વની જવાબદારીઓથી હટ્યા બાદ, કેશવ મહિન્દ્રા પરોપકારી કાર્યો સાથે જોડાયા. તેમણે શિક્ષાના ક્ષેત્રમાં મોટુ યોગદાન કર્યું છે. તેમણે કોઈ મહિન્દ્રા એજ્યુકેશન ર્ટ્સ્ટ સાથે મળીને કામ કર્યું. જે કોઈ કેટેગરીમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપે છે.