ઉદ્વવ ઠાકરેને સવાર, બપોર અને સાંજે સાવરકરનું અપમાન કરનારાઓની બાજુમાં બેસવું પડ્યુ : ફડણવીસ

મુંબઇ, મહારાષ્ટ્રમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે વચ્ચે વાકયુદ્ધ ફાટી નીકળ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ નાગપુરનું કલંક કહ્યા બાદ હવે દેવેન્દ્ર ફડણવીસે પલટવાર કર્યો છે. ફડણવીસે કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે જેમના પર ગોબર ખાવાનો આરોપ લગાવ્યો હતો તેમની સાથે બેસીને ભોજન ખાતા જોવા મળ્યા હતા, જો આ કલંક નથી તો શું છે.

એક ટ્વીટમાં દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે પર આઠ મોટા આરોપ લગાવ્યા છે અને તેમને કલંક ગણાવ્યા છે. તેમણે કોરોના કાળથી લઈને વીર સાવરકર સુધીનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે તેમની આંખોમાં ઉદ્ધવ ઠાકરે માટે શું કલંક છે. રાજ્યના ડેપ્યુટી સીએમએ કહ્યું છે કે જ્યારે કોરોનાને કારણે લોકોના મોત થઈ રહ્યા હતા ત્યારે મહારાષ્ટ્રની તત્કાલિન સરકારમાં મૃતદેહોને લઈ જવા માટે ખરીદેલી બેગમાં કૌભાંડ થયું હતું.

વાસ્તવમાં, ઉદ્ધવ ઠાકરે વિદર્ભ પ્રવાસના બીજા દિવસે સોમવારે નાગપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે કાર્યર્ક્તાઓના સંમેલનને સંબોધિત કરતા દેવેન્દ્ર ફડણવીસ પર જોરદાર પ્રહારો કર્યા અને તેમને નાગપુરનું કલંક ગણાવ્યા. આ સાથે તેમણે ભાજપ પર હિન્દુત્વ સાથે વિશ્ર્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ભાજપે ભગવાન રામ અને છત્રપતિ શિવજીના ભગવા ધ્વજ સાથે દગો કર્યો છે.

દેવેન્દ્ર ફડણવીસે કુલ ૮ મુદ્દાના આધારે કલંકની વ્યાખ્યા સમજાવી:

  1. જેમના પર ગોબર ખાવાનો આરોપ હતો, તને જે તે સમયે તેમની સાથે જ ભોજન લેતા હતા તો એ શું હતું?
  2. આપણા હિંદુ હદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેને જનાબ કહીને સંબોધવામાં આવ્યા અને તે સહન કરવું પડ્યું.
  3. સવાર, બપોર અને સાંજે સાવરકરનું અપમાન કરનારાઓની બાજુમાં બેસવું પડ્યુ.
  4. વીર સાવરકરનું અપમાન કરનારાઓને એ જ દિવસે રાત્રે ગળે લગાડ્યા.
  5. રાજ્યની સુરક્ષાની જવાબદારી જેમના માથે છે, તે પોલીસ દ્વારા વસૂલાત શરૂ કરી દેવામાં આવી.
  6. દેશના ઉદ્યોગપતિના ઘરની બહાર વિસ્ફોટકો મુકાવવા પોતાના જ પક્ષના કાર્યર્ક્તા દ્વારા પોલીસમાં હાજર રાખવા અને તે લાદેન છે કે કેમ તેનો બચાવ કરવો..
  7. કોરોનાના સમયમાં લોકો મરી રહ્યા હતા અને ડેડ બોડી માટે લાવવામાં આવતી બેગમાં કૌભાંડ કરી રહ્યા હતા.
  8. લોકશાહીના મંદિરમાં બેસીને ઘરેથી રાજ્ય ચલાવવાને બદલે લોકશાહીની ખાલી વાતો કરવી.