મુંબઇ,
ભાજપે પહેલા સત્તા અને પછી ઉદ્ધવ ઠાકરે પાસેથી પાર્ટી છીનવીને તેના ભૂતપૂર્વ સાથી પક્ષને હરાવ્યા. પરંતુ હવે એવા સંકેત મળી રહ્યા છે કે, બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ ઓછી થઈ રહી છે.નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે, જેમણે ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી પછીની તમામ રાજનીતિ રમ્યા હતા, તેમણે ગયા અઠવાડિયે સૂચન કર્યું હતું કે, એકબીજા પર દોષારોપણ બંધ કરવાની જરૂર છે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ’અમે અમારા રાજકીય હરીફોને દુશ્મન માનતા નથી. ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેએ અલગ રસ્તો પસંદ કર્યો છે, અમારો રસ્તો અલગ છે. અમે દુશ્મનો નથી, અમારામાં વૈચારિક મતભેદો છે.’
ભાજપે શિવસેનાથી વિભાજિત થયા પછી બંને પક્ષો વચ્ચે એક વર્ષ સુધી ચાલેલી લડાઈ પછી, દેવેન્દ્ર ફડણવીસે પણ રાજ્યના રાજકારણના વળાંક પર નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ’મહારાષ્ટ્ર તેની સભ્ય અને સંસ્કારી લાક્ષણિક્તાઓ માટે જાણીતું છે, જે તેની સાહજિક શક્તિઓ છે.’
ભાજપ સાથે સત્તામાં રહેલા CM એકનાથ શિંદે જૂથને પણ પાર્ટીનું નામ અને પ્રતીક મળી ગયું છે. પરંતુ ભાજપે પણ જાણે છે કે સહાનુભૂતિની લહેર ઉદ્ધવ ઠાકરે સાથે છે. શિવસેનાની સ્થાપના બાળ ઠાકરે દ્વારા કરવામાં આવી હતી ત્યારથી શિવસેના અને પરિવારને એક જ તરીકે જોવામાં આવે છે અને ઘણા વફાદારોએ CM ની કાર્યવાહીને પક્ષપાતી અને કેન્દ્રની સરકારથી પ્રભાવિતના રૂપમાં જોઈ રહ્યા છે.
ઉદ્ધવ ઠાકરે આના પર રમી રહ્યા છે અને કહી રહ્યા છે કે, તેમના પિતાનો વારસો લૂંટવામાં આવ્યો છે, અને ભાજપ પાસેથી બદલો લેવાની સોગંધ ખાઈ રહ્યા છે. આવા પ્રકારનું એક ગીત પહેલાથી જ સેનાની રેક્ધમાં લોકપ્રિય છે. ભાજપ જાણે છે કે, જો ઉદ્ધવ સેના પક્ષના અત્યંત લાગણીશીલ અનુયાયીઓ સાથે વિશ્ર્વાસઘાતનો એક નક્કર પુરાવો રજૂ કરવામાં સક્ષમ હોય તો, આ રમત ઝડપથી પલટાઈ શકે છે.
ભાજપના એક વરિષ્ઠ કાર્યર્ક્તાએ સૂત્રો સાથેની એક વાતચીતમાં જણાવ્યું હતું કે, ’પાર્ટીના નામ અને ચિહ્ન માટે લડાઈ ઉદ્ધવ સેના અને મુખ્યમંત્રી શિંદે જૂથ વચ્ચે હતી. પરંતુ ઉદ્ધવની તરફેણની જનભાવનાથી મ્ત્નઁની છાપ ખરાબ થશે. અમારે આ વર્ષે થનારી બીએમસીની ચૂંટણીઓ અને ૨૦૨૪માં લોક્સભા અને વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં અમારો રોડમેપ બરાબર કરવો પડશે અને ચાર્ટ કાળજીપૂર્વક સુધારવો પડશે.’
ભાજપના અન્ય નેતાઓ એવી પણ દલીલ કરે છે કે, પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય ૨૦૧૯માં એનડીએ છોડવા માટે ઉદ્ધવ ઠાકરેને પાઠ ભણાવવાનો હતો અને તે હાંસલ કરી લેવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, હવે પાર્ટીએ તેનાથી આગળ વધવું જોઈએ.