મુંબઇ,
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક એવું નિવેદન આપ્યું છે જેનાથી શિંદે જૂથની નીંદર ઉડી ગઈ છે. ઉપમુખ્યમંત્રીએ નિવેદન આપતા કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે અને એનસીપીએ ગઠબંધન કરીને તેનો વિશ્ર્વાસઘાત કર્યો છે. જેનો બદલો તેણે ઉદ્ધવ સરકારને હટાવીને લીધો છે. ફડણવીસના આવા નિવેદન પછી શિંદે ગ્રુપના નેતૃત્વ વાળી બાળાસાહેબ ઠાકરેની શિવસેનાના નેતા અસહજ અનુભવી રહ્યા છે.
વાસ્તવમાં શિવસેનાના અનેક નેતાએ બગાવત કરતા ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી. ત્યારબાદ હવે ફડણવીસે બદલો લેવાની વાત કહી દીધી છે. ફડણવીસે છેલ્લા દસ દિવસમાં બીજી વખત દાવો કર્યો હતો કે તેમણે ઉદ્ધવ ઠાકરે સાથે વર્ષ ૨૦૧૯નો બદલો લીધો છે.
જોકે ફડણવીસના આવા નિવેદન બાદ શિંદે જૂથની નીંદર ઉડી ગઈ છે અને નેતાઓ અંદર ગભરાઈ રહ્યા છે. તેમણે પોતાના બગાવતી તહેવાર બતાવ્યા બાદ કહ્યું હતું કે હિન્દુત્વની આડિયોલોજીને બચાવવા અને બાળાસાહેબ ઠાકરેના વિચારો માટે આવું પગલું ભરવામાં આવી રહ્યું છે. જ્યારે શિંદે અને ફડણવીસ સરકારના ચાર મહિનામાં અનેક મુદ્દાઓ પર બંને જૂથ અમને સામને આવતા જોવા મળી રહ્યા છે.