મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ અને શિવસેના ના વડા ઉદ્ધવ ઠાકરે તેમના પુત્ર આદિત્ય ઠાકરે સાથે દિલ્હીના સીએમ અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ અને તેમના માતા-પિતાને મળ્યા હતા. છછઁ સાંસદ સંજય સિંહ પણ હાજર હતા. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દિલ્હીની ત્રણ દિવસની મુલાકાતે છે.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ અને શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે તેમના પુત્ર આદિત્ય ઠાકરે સાથે દિલ્હીના સીએમ અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ અને તેમના માતા-પિતાને મળ્યા હતા.
બુધવારે શિવસેના ના વડા ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા. આ દરમિયાન તેમણે મહાવિકાસ અઘાડી ગઠબંધન તરફથી પોતાને સીએમ ઉમેદવાર તરીકે રજૂ કરવાની ઈચ્છા દર્શાવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે જો મેં સારું કામ કર્યું છે તો મારા એમવીએ ગઠબંધનના સાથીદારોને પૂછવું જોઈએ કે શું હું મુખ્યમંત્રી બનવા માટે યોગ્ય છું? આ અંગે લોકો નિર્ણય લેશે.
ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અયક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોક્સભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી,એઆઇસીસી મહાસચિવ કેસી વેણુગોપાલ, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ, તૃણમૂલ કોંગ્રેસ ના નેતા ડેરેક ઓ બ્રાયન, આપ નેતા સંજય સિંહ અને સમાજવાદી પાર્ટીના લોક્સભા સભ્ય આદિત્ય સાથે મુલાકાત કરી. યાદવ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉત પણ તેમની સાથે હતા.