
ઉદયપુર,
ઉદયપુરમાં પહેલીવાર નેશનલ વ્હીલચેયર ક્રિકેટ ચેમ્પિયનશિપનું ૨૭ નવેમ્બરથી ૩ ડિસેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ૧૬ રાજયોની ૧૬ ટીમોના ૩૦૦ વ્હીલચેયર્સ ક્રિકેટર્સ ભાગ લેશે.આ ચેમ્પિયનશિપ દર્શકો માટે પણ ખુબ જ રોમાંચક અને પ્રેરણાોત બની રહેશે કારણ કે આ ટુર્નામેન્ટમાં વ્હીલચેયર પર બેઠેલા ક્રિકેટરને બોલ રોકવા માટે હવામાં ડાઇવ કરતા જોઇએ શકાશે.
આ ચેમ્પિયનશિપ નારાયણ સેવા સંસ્થાન,ડિફરેન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉસિલ ઓફ ઇન્ડિયા અને વ્હીલચેયર ક્રિકેટ ઇન્ડિયા એસોસિએશનના સંયુકત ઉપક્રમે થયું છે.ખાસ વાત એ છે કે વિશ્ર્વ સ્તર પર આવું આયોજન પહેલીવાર થઇ રહ્યું છે અને વ્હીલચેયર ક્રિકેટ ચેમ્પિયનશીપમાં આટલી ટીમો અને આટલા ખેલાડી એક સાથે રમતા જોવા મળશે.
નારાયણ સેવા સંસ્થાનના અધ્યક્ષ પ્રશાંત અગ્રવાલે જણાવ્યું હતું કે આ ચેમ્પિયશીપમાં હિમાચલ પ્રદેશ,પંંજાબ, દિલ્હી, આંધ્રપ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશ મયપ્રદેશ છત્તીસગઢ વડોદરા રાજસ્થાન ગુજરાત મુંબઇ કર્ણાટક તમિલનાડુ તેલંગણાની કુલ ૧૬ ટીમોના ૩૦૦ વ્હીલચેયર ક્રિકેટર્સ ભાગ લેશે આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે વિવિધ ક્ષેત્રોના ૧૦૦થી વધુ ક્રિકેટ નિષ્ણાંતો અને અધિકારી પોતાનું યોગદાન આપવા માટે અહીં આવશે.
ડિફ્રેટલી એબલ્ડ ક્રિકેટ કાઉસિલ ઓફ ઇન્ડિયાના સચિવ રવિકાંત ચૌહાણે જણાવ્યું હતું કે આ તૃતીય નેશનલ વ્હીલચેયર ક્રિકેટ ચેેમ્પિયનશિપ રાજસ્થાનમાં પહેલીવાર યોજાઇ રહી છે.આ ચેમ્પિયનશિપમાં ૨૧ લીગ મેચ,બે સેમીફાઇનલ અને ફાઇનલ મેચ યોજાશે આ તમામ મેચો એક જ જગ્યાએ યોજાશે ૧૬ ટીમોને ચાર ગ્રુપમાં વિભાજીત કરવામાં આવી છે. આ ચેમ્પિયનશીપની તમામ મેચ ડબોક ખાતે નારાયણ દિવ્યાંગ સ્પોર્ટ્સ એકેડમી,સુરજપોલ સ્થિત રાજસ્થાન કૃષિ મહાવિદ્યાલય અને રાણા પ્રતાપ નગર સ્ટેશનની નજીક આવેલ ઉત્તર પશ્ર્ચિમ રેલવેના ગ્રાઉન્ડમાં રમાશે જેમાં વિનર ટીમને અઢી લાખ,ફર્સ્ટ રનરઅપ ટીમને દોઢ લાખ અને બંન્ને સેેમીફાઇનલની ઉપ વિજેતા ટીમોને ૫૦-૫૦ હજાર રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે અહીં મેચ જોવા આવનારાઓને મફતમાં પ્રવેશ આપવામાં આવશે.
રવિકાંત ચૌહાણે વધુમાં કહ્યું હતું કે નેશનલ વ્હીલચેયર ક્રિકેટ ચેમ્પિયનશીપ ત્રીજીવાર આયોજીત કરવામાં આવી રહી છે પરંતુ નારાયણ સેવા સંસ્થાનના સહયોગથી પહેલીવાર એવું થઇ રહ્યુ છે કે અમે વ્હીલચેયર ક્રિકેટર્સને તેમના અનુસાર તમામ વ્હીલચેયર ફ્રેડલી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકીશું આ ટુર્નામેન્ટમાં એક આઇએલ ફ્રેચાઇજી રાજસ્થાન રોયલ્સ પણ જોડાઇ રહી છે જે વ્હીલચેયર ક્રિકેટને ખુબ આગળ લઇ જશે.
નારાયણ સેવા સંસ્થાનના મીડિયા પ્રભારી વિષ્ણુ શર્મા હિતૈશીએ કહ્યું હતું કે ચેમ્પિયનશિપના સફળ આયોજન માટે તમામ જરૂરી તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. નારાયણ સેવા સંસ્થાનના બડી સ્માર્ટ વિલેજમાં ક્રિકેટર્સ અને બહારથી આવનારા નિષ્ણાંતો અને અધિકારીઓના આવાસ અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
દ્રિતીય નેશનલ વ્હીલચેયર ક્રિકેટ ચેમ્પિયશીપમાં વિજેતા રહેલ પંજાબ ટીમના સુકાની વીર સિંહ સાધુએ સમગ્ર દેશ રાજસ્થાન અને ઉદયપુરથી વ્હીલચેયર ફ્રેડલી થવાની અપીલ કરી છે તેમણે કહ્યું કે આ ચેમ્પિયનશિપમાં અમે ફકત ખુદના માટે નહીં પરંતુ તે લાખો લોકો માટે રમીશું જે જન્મથી અથવા કોઇ દુર્ધટનાવશ વ્હીલચેયર પર નિર્ભર થઇ જાય છે અને ખુદને ઘરમાં કેદ કરી લે છે.