જાપાનની સ્કાઇડ્રાઇવ ઇક્રે ઉડતી કારનું સફળ પરીક્ષણ કર્યું

ટૉક્યો,
હૉલીવુડ અભિનેતા રૉબિન વિલિયમ્સની ૧૯૯૭ની ફિલ્મ લબરમાં ઉડતી કારનું એક દ્રશ્ય છે. જેને હકીકતમાં થતુ જોવા દરેક ઈચ્છે છે અને હવે આ સપનુ સાચુ થતુ જોવા મળી રહૃાુ છે. જાપાનની સ્કાઈડ્રાઈવ ઈંક્રે એક વ્યક્તિ સાથે પોતાની ઉડતી કારનું સફળ પરીક્ષણ કર્યુ છે.

કંપનીએ આનો એક વીડિયો બતાડ્યો, જેમાં એક મોટરસાઈકલ જેવુ વાહન જેમાં લાગેલા પ્રોપેલેન્ટે તેને જમીનથી કેટલાય ફૂટ (એકથી બે મીટર) ની ઉંચાઈ પર ઉડાડ્યુ. આ મોટરસાઈકલ એક નિશ્ચિત વિસ્તારમાં ચાર મિનિટ સુધી હવામાં રહી. સ્કાઈડ્રાઈવની આ પરિયોજનાના પ્રમુખ તોમોહિરો ફુકુજાવાએ કહૃાુ કે તેમને ૨૦૨૩ સુધી ઉડતી કારના વાસ્તવિક ઉત્પાદક તરીકે ઉભરી આવવાની આશા છે.

જોકે, તેમણે સ્વીકાર કર્યો કે આને સુરક્ષિત બનાવવુ એક મોટો પડકાર છે. તેમણે કહૃાુ કે દૃુનિયાભરમાં ઉડતી કારને લઈને ૧૦૦થી વધારે પરિયોજનાઓ ચાલી રહી છે. તેમાથી કેટલીક જ એવી પરિયોજનાઓ છે જે એક વ્યક્તિને લઈને ઉડાન ભરવામાં સફળ રહી છે.

ફુકુજાવાએ કહૃાુ કે મને આશા છે કે કેટલાક લોકો આને ડ્રાઈવ કરવા ઈચ્છે છે અને સુરક્ષિત મહેસૂસ કરવા ઈચ્છે છે. તેમણે કહૃાુ કે આ હજુ પાંચથી ૧૦ મિનિટ સુધી જ ઉડી શકે છે પરંતુ આના ઉડાન સમયને વધારીને ૩૦ મિનિટ સુધી કરી શકાય છે. આમાંથી કેટલીક સંભાવના છે અને આને ચીન જેવા દેશોમાં નિર્યાત પણ કરી શકાય છે.

સ્કાઈડ્રાઈવ પરિયોજના પર ૨૦૧૨માં એક સ્વૈચ્છિક પરિયોજના તરીકે કામ શરૂ કરવામાં આવ્યુ હતુ. આ પરિયોજનાને જાપાનની પ્રમુખ વાહન કંપની ટોયોટા મોટર કૉર્પ, ઈલેક્ટ્રૉનિક કંપની પેનાસૉનિક કૉર્પ અને વીડિયો ગેમ કંપની નેમકોએ નાણાકીય પોષણ આપ્યુ હતુ.