ઉદયપુરના કન્હૈયા હત્યાકાંડમાં પાકિસ્તાન કનેક્શન

  • ૧૧ આરોપીમાંથી બે કરાચીમાં બેઠાંબેઠાં હેન્ડલિંગ કરતા હતા, એનઆઇએની ચાર્જશીટમાં ઘટસ્ફોટ.

ઉદયપુર,

રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યાકાંડમાં પાકિસ્તાની કનેક્શનની આશંકા સાચી સાબિત થઈ છે. હત્યાકાંડના ૧૭૭ દિવસ પછી ગુરુવારે દ્ગૈંછએ સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે તેમાં આ ઘટસ્ફોટ થયો છે. આ આખી ઘટનાને આંતકી મોડ્યૂલ માનવામાં આવી રહી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે દેશભરમાં ડરનો માહોલ ઊભો કરવા માટે આ હત્યા કરવામાં આવી છે. મુખ્ય આરોપીઓ રિયાઝ અને ગૌસ મોહમ્મદ સહિત ૧૧ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. જેમાંથી બે પાકિસ્તાની પણ સામેલ છે.

એનઆઇએએ પોતાની ઇન્વેસ્ટિગેશનમાં કરાચીમાં રહેનાર બે લોકોને આ કેસ સાથે જોડ્યા છે. જોકે અત્યારસુધીમાં એ ક્લિયર નથી થયું કે પાકિસ્તાનના એ બન્ને આરોપીઓનો આ મર્ડરમાં શું અને કેવો રોલ રહ્યો હશે? આ બન્ને યુવકો અનેક ગ્રુપના એડમિન હોવાની સાથે ભડકાઉ મેસેજ પણ કરતા હતા. આ તમામ આરોપીઓ આ ગ્રુપ સાથે સંકળાયેલા હતા. બન્ને હાલમાં એનઆઇએની પકડથી દૂર છે. એનઆઇએના કેસ માટે સ્પેશિયલ કોર્ટના જજ રજા પર હોવાને કારણે કોર્ટે ઓફિસ રિપોર્ટ માટે ૩ જાન્યુઆરી, ૨૦૨૩ની તારીખ નક્કી કરી છે. તમામ આરોપીઓને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા નથી. ૨૮ જૂને રિયાઝ અને ગૌસે કન્હૈયાલાલ સાહુની દુકાનમાં ઘૂસીને તેની હત્યા કરી નાખી હતી. કન્હૈયાની માલદાસ ગલીમાં ભૂતમહાલ ગલીમાં સુપ્રીમ ટેલર્સ નામની દુકાન હતી.

જયપુરની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં એનઆઇએની ટીમે ૧૧ લોકોને આરોપી બનાવ્યા છે. ચાર્જશીટમાં સ્પષ્ટ લખ્યું છે કે આરોપીઓએ આતંકવાદી મોડ્યૂલ તરીકે કામ કરીને બદલો લેવાનું કાવતરું ઘડ્યું હતું. આરોપીઓ કટ્ટરપંથી હતા અને તેઓ ભારત સહિત વિશ્ર્વભરમાંથી આવતા વાંધાજનક ઓડિયો/વીડિયો/સંદેશાઓથી પ્રેરિત હતા. બન્ને આરોપીઓએ દેશભરમાં ભયાનક રીતે અંજામ આપવા માટે છરીઓ અને હથિયારો રાખ્યા હતા.કન્હૈયાલાલની ફેસબુક પોસ્ટ અંગે આરોપીઓના મનમાં ગુસ્સો હતો. કટ્ટરવાદી હોવાને કારણે સમગ્ર ભારતમાં આતંક ફેલાવવાના હેતુથી આરોપીઓએ હત્યાનો વીડિયો બનાવીને વાઇરલ કર્યો હતો. તેણે ઈસ્લામ વિરુદ્ધ લખવા બદલ ભારતના લોકોમાં ભય અને આતંક ફેલાવવાના ઈરાદા સાથે અન્ય એક ધમકીભર્યો વીડિયો પણ શૂટ કર્યો હતો. હત્યા કર્યા પછી બન્ને આરોપીઓએ હત્યાકાંડની જવાબદારી લીધી હતી અને તેનો વીડિયો બનાવીને વાઇરલ કર્યો હતો. આ મામલામાં પહેલી એફઆઇઆર ૨૯ જૂને ઉદયપુરના ધનમંડી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આ પછી, તે જ દિવસે દ્ગૈંછએ કેસ ફરીથી નોંધ્યો અને તેની તપાસ શરૂ કરી હતી. ચાર્જશીટમાંથી એવું બહાર આવ્યું છે કે આરોપીઓએ ટેરર ગેંગ મોડ્યૂલ તરીકે કામ કરીને બદલો લેવાનું કાવતરું ઘડ્યું હતું.

તમને જણાવી દઈએ કે ૨૮ જૂનના રોજ કન્હૈયાલાલ સાહુના રિયાઝ અને ગૌસ મોહમ્મદે માલદાસ સ્ટ્રીટ વિસ્તારમાં આવેલી કન્હૈયાલાલની દુકાનમાં જ તેના પર તીક્ષ્ણ હથિયારથી તેની ગરદન કાપી નાખી હતી. તે દરમિયાન કન્હૈયાલાલ સાથે કામ કરતાં વ્યક્તિ ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. કન્હૈયાલાલે નુપુર શર્માના સમર્થનમાં ફેસબુક પર પોસ્ટ કરી હતી. જેના પછી તેને ધમકીઓ મળી રહી હતી. કન્હૈયાની સુપ્રીમ ટેલર્સ નામની દુકાન હતી, જ્યાં તેની સાથે ઇશ્ર્ચરલાલ ગૌર અને રાજકુમાર શર્મા પણ કામ કરતા હતા. હાલ આ કેસ સાથે જોડાયેલા ૯ આરોપીઓને અજમેરની હાઈ સિક્યોરિટી જેલમાં રાખવામાં આવ્યા છે. તમામને અલગ-અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે. હત્યા પછી પોલીસે આરોપીઓને ઉદેપુર કોર્ટમાં રજૂ કરવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. બન્નેને ફાંસી આપવાની માગ સાથે લોકોએ બસ પર પથ્થરમારો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

આરોપીઓ…૧. મોહમ્મદ રિયાઝ અટ્ટારી પુત્ર અબ્દુલ જબ્બર (કિશનપોલ, ઉદયપુર),૨. મોહમ્મદ ગૌસ પુત્ર રફીક મોહમ્મદ (કિશનપોલ, ઉદયપુર),૩. મોહસીન ખાન પુત્ર મુઝફર ખાન પઠાણ (કિશનપોલ, ઉદયપુર),૪. આસિફ હુસૈન પુત્ર મોહમ્મદ વસીમ (વિજય સિંહ પથિક નગર, સવિના, ઉદયપુર),૫. મોહમ્મદ મોહસીન પુત્ર મોહમ્મદ ઇસ્લામ (વિજય સિંહ પથિક નગર, સવિના, ઉદયપુર),૬. વસીમ અલી પુત્ર સ્વ. ઈમરાન અલી (કિશનપોલ, ઉદયપુર),૭. ફરહાદ મોહમ્મદ શેખ પુત્ર એજાઝ મોહમ્મદ. (પટેલ સર્કલ, દિવાન શાહ કોલોની, ઉદયપુર),૮. મોહમ્મદ જાવેદ પુત્ર મોહમ્મદ મોહરમ (ખેરાડીવાડા, ઉદયપુર),૯. મુસ્લિમ ખાન ઉર્ફે રઝા પુત્ર સ્વ. શેર મોહમ્મદ (ગામ-પરસોલા, ધારિયાવાડ, પ્રતાપગઢ, રાજસ્થાન)

પાકિસ્તાનના આ બે આરોપી પણ સામેલ છે!,૧૦. સલમાન (કરાચી, પાકિસ્તાન),૧૧. અબુ ઇબ્રાહિમ (કરાચી પાકિસ્તાન),રેકી કરવાથી લઈને આરોપીઓને ભગાડવા સુધીના તમામ ૮ આરોપીઓને પકડ્યા પછી પ્રતાપગઢના પરસોલામાંથી વધુ એક આરોપી ઝડપાયો હતો.