ઉદયપુરમાં ત્રીજી નેશનલ વ્હીલચેયર ક્રિકેટ ચેપિયનશિપનો પ્રારંભ થયો,૧૬ ટીમો ભાગ લેશે

  • ગૃહમંત્રી અમિત શાહ,રાજસ્થાનના મુખ્યમંત્રી અશોોક ગહલોતના સંદેશ પ્રસારણની સાથે ઉદ્ધાટન

ઉદયપુર,

ત્રીજી નેશનલ વ્હીલચેયર ક્રિકેટ ચેપિયનશિપ ૨૦૨૨નો ઉદયપુરના આરસીએ ગ્રાઉન્ડમાં પ્રારંભ થયો છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતના સંદેશ પ્રસારણ અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ટીકારામ જુલી અને રાજસ્થાન રાજય ક્રીડા પરિષદના અયક્ષના વર્ચુઅલ સંબોધનથી લીગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

નારાયણ સેવા સંસ્થાન ડિફ્રેટલી એબલ્ડ ક્રિકેટ કાઉસિલ ઓફ ઇન્ડિયા(ડીસીસીઆઇ) વ્હીલચેયર ક્રિકેટ ઇન્ડિયા એસોસિએશનના સંયુકત ઉપક્રમે અને આઇપીએલ ફ્રેચાઇજી રાજસ્થાન રોયલના સમર્થનથી શરૂ થયેલી વ્હીલચેયર ક્રિકેટ ચેપિયનશિપમાં દેશભરના ૧૬ રાજયોથી આવેલ ૧૬ ટીમો ભાગ લઇ રહી છે.વિજેતા ટીમને ચેપિયનશિપ ટ્રોફી એનાયત કરવામાં આવશે

ઉદ્ધાટન સમારોહમાં ક્રીડા પરિષદના સચિવ ડો જી.એલ શર્મા ડેફ પેરાલંપિક બેડમિટન સ્વર્ણ પદક વિજેતા અભિનવ શર્મા,આંતરરાષ્ટ્રીય સ્કવૈશ ખેલાડી સુરભિ મિશ્રા,નારાયણ સેવા સંસ્થાનના સંસ્થાપક પદ્મશ્રીૂૂ કૈલાશ માનવ,ડુંગરપુરના પૂર્વ સભાપતિ કે કે ગુપ્તા ડીસીસીઆઇ સચિવ રવિકાંત ચૌહાણ સંયુકત સચિવ અભય પ્રતાપ સિંહ અને ઇડિયન વ્હીલચેયર ક્રિકેટ ટીમના સુકાન સોમજીત સિંહ અને સંસ્થાન અયક્ષ પ્રશાંત અગ્રવાલે મેદાન પર રાષ્ટ્રીય વજ લહેરાવી ભાગ લઇ રહેલ ટીમોની માર્ચ પાસ્ટની સલામી લીધી હતી

પ્રથમ દિવસે છ લીગ મેચ સંપન્ન થઇ હતી જેમાં હરિયાણાએ ટોસ જીતી પહેલા બેટીંગ કરી ૧૯૨ રન કર્યા હતાં જેના જવાબમાં કર્ણાટક ટીમે ૧૭.૧ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી વિજય લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો કર્ણાટકના સાગર ગૌવડાએ ૩૩ બોલમાં ૯ ચોકકાની મદદથી ૫૧ રન અને ૪ ઓવરમાં ૨ મહત્વપૂર્ણ વિકેટ પણ લીધી હતી આથી તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.જયારે રાણાપ્રતાપ નગર રેલવે ગ્રાઉન્ડ પર ગુજરાત અને મેજબાન રાજસ્થાન વચ્ચે મેચ રમાઇ હતી ગુજરાતે પહેલા બેટીંગ કરતા ૧૮ ઓવરમાં ૧૧૦ રન જ બનાવ્યા હતાં તેના જવાબમાં રાજસ્થાને ૧૫ ઓવરમાં ૧૦૮ રન કર્યા હતાં અને તેનો પરાજય થયો હતો આ મેચમાં ગુજરાતના સુકાની ભીમા કુંત્તીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો જેણે ૪ ઓવરમાં ૨૦ રન આપી પાંચ વિકેટ લીધી હતી.

આવી જ રીતે આરસીએ ગ્રાઉન્ડમાં આંધ્રપ્રદેશ વિરૂધ ઉત્તરાખંડની મેચ રમાઇ હતી જેમાં ઉત્તરાખંડની ટીમનો વિજય થયો હતો. અનુજકુમારે ચાર ઓવરમાં ૨૪ રન આપી ત્રણ વિકેટ લેતા તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતાં જયારે મધ્યપ્રદેશનો ખેલાડી કમલ ૧૦ વર્ષની ઉમરથી ક્રિકેટ રમી રહ્યો છે તેના પિતા સિકયોરિટી ગાર્ડ હતાં પરંતુ કેટલાક વર્ષોથી તે લકવાગ્રસ્ત છે તેની સારવારની જવાબદારી પણ તેના ખભા પર છે.કમલનું જીવન પણ ખુબ પડકારજનક રહ્યું છે.ઘર ચલાવવા માટે જિમ ટ્રેનરની નોકરી શરૂ કરી પરંતુ ક્રિકેટ માટે રજા નહીં મળવાને કારણે છોડી દીધી તે ક્રિકેટ મેચ ઉપરાંત ઓટો ચલાવી પરિવારનું પેટ ભરે છે તે ઇન્ડિયા એથી પણ રમે છે અત્યાર સુધી ચાર અડધી સદી લગાવી ચુકયો છે તેનું પ્રદર્શન જોતા બે મહીના પહેલા ભારતીય વ્હીલચેયર ટીમમાં પણ પસંદગી થઇ હતી તેણે આ મેચમાં સદી બનાવી હતી તેણે ખુશી વ્યકત કરી જણાવ્યું હતું કે નારાયણ સેવા સંસ્થાનની સારી વ્યવસ્થાઓ અને કામગીરીને કારણે હું ગર્વ અનુભવી રહ્યો છું