ઉચ્ચતર માધ્યમિક ક્ધયા વિદ્યાલય સંજેલીમાં વિશ્ર્વ આદિવાસી દિવસ ની ઉજવણી

સંજેલી, આજરોજ ઉચ્ચતર માધ્યમિક ક્ધયા વિદ્યાલય સંજેલીમાં વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં આ શાળા માંથી લગભગ 50 વિદ્યાર્થીઓએ આદિવાસી ગીતો રજૂ કરવા આદિવાસી ભજન તથા આદિવાસી લોક નૃત્યોની રમઝટ બોલાવી હતી અને આ સાથે આદિવાસી પરંપરાની વાતો શાળાના શિક્ષકો દ્વારા પ્રવચનરૂપે કહેવામાં આવી હતી. અંતમાં સામૂહિક આદિવાસી ટીમલી પણ રજૂ કરવામાં આવી હતી. આ સાથે વિશ્ર્વ આદિવાસી દિવસ સાથે સંકળાયેલ સૂત્રો જેવા કે એક તીર એક કમાન સભી આદિવાસી એક સમાન/જય જોહાર જય આદિવાસી જેવા સૂત્રો પણ ખૂબ જ રંગે ચંગે શાળાના મેદાનમાં બોલાવવામાં આવ્યા હતા અંતમાં સહુ રાષ્ટ્રગાન બોલી અને વિખુટા પડ્યા હતા.