
ગોવાહાટી, યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) પર ઉપપ્રમુખ જગદીપ ધનખરે મોટું નિવેદન આપ્યું છે. ધનખરે કહ્યું કે હવે યુસીસી લાગુ કરવાનો યોગ્ય સમય છે. ઉપરાષ્ટ્રપતિએ આ નિવેદન યુસીસીના અમલીકરણને લઈને આપ્યું હતું જ્યારે તેઓ આઇઆઇટી ગુવાહાટીના ૨૫માં દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. વાઇસ પ્રેસિડેન્ટે કહ્યું કે સંવિધાનના સ્થાપક પિતા દ્વારા પરિકલ્પના મુજબ યુસીસીને અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે બંધારણની કલમ-૪૪ સ્પષ્ટપણે જણાવે છે કે દેશ તેના નાગરિકો માટે યુસીસી સુરક્ષિત કરવાનો પ્રયાસ કરશે. તેના અમલીકરણમાં કોઈ વિલંબ થવો જોઈએ નહીં.
યુનિફોર્મ સિવિલ કોડ કોઈ એક ધર્મને ધ્યાનમાં રાખીને નહિ પરંતુ તમામ ધર્મ, જાતિ, ભેદ-ભાવથી પર છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં મુખ્યત્વે બે પ્રકારના કાયદા છે. એક ક્રિમિનલ અને બીજો સિવિલ. ક્રિમિનલ કાયદામાં લૂંટ-ફાટ, ચોરી, મર્ડરનો સમાવેશ થાય છે અને સિવિલ કાયદામાં પ્રોપર્ટી, લગ્ન અને ડિવોર્સ,ને લગતા કાયદાઓનો સમાવેશ થાય છે.ભારતમાં હજી પણ કેટલાક ધર્મના લોકો પોતાના અંગત કાયદામાં માને છે અને તેને અનુસરે છે.જેમ કે, હિન્દુઓ છૂટાછેડા વિના લગ્ન કરી શક્તા નથી, જ્યારે મુસ્લિમોને ત્રણ લગ્નની છૂટ છે,જયારે શીખ ધર્મમાં એક વાર લગ્ન કરયા પછી ડિવોર્સ થતા નથી. યુસીસી આવ્યા પછી દરેક ધર્મ, જાતિ અથવા સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના દરેક પર એક જ કાયદો રહેશે.