યુએઇમાં હિંદુ મંદિર બને તે માટે પીએમ મોદીની વિદેશનીતિએ પણ મોટો ભાગ ભજવ્યો છે,ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર સ્થાપવામાં મહત્વની ભૂમિકા બદલ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મવિહારી સ્વામીને ખ્યાતનામ હસ્તીઓ વચ્ચે સન્માનવામાં આવ્યા. અમદાવાદમાં યોજાયેલા ‘મિલેનિયમ મિરેકલ’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બ્રહ્મવિહારી સ્વામીને સન્માનિત કરવામાં આવ્યા.આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે અબુધાબીમાં મંદિર બને તેની પાછળ પીએમ નરેન્દ્ર મોદીની વિદેશનીતિ પણ ખૂબ સહયોગી બની છે. દરેક દેશ આજે એક વિશ્ર્વમિત્ર તરીકે ભારત દેશ સાથે આગળ વધવા માગે છે. પીએમ મોદીની વિદેશનીતિ પણ એવી છે કે દરેક દેશ ભારત સાથેના સંબંધો ખૂબ સારા રાખી આગળ વધવા માગે છે અને ભારત એવી રીતે આગળ વધવા માગે છે કે એ લોકોએ મુકેલો વિશ્વાસ ક્યાંય ન તૂટે, તેના માટે હરહંમેશ પીએમ મોદીએ પ્રયત્ન કર્યો. એ પણ આની અંદર ઘણો મોટો રોલ છે.

સંતોના સાનિય અને સ્વામિનારાયણ સંપ્રદાય વિશે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સંતો અને ગુરુઓનું સાનિય યેયપ્રાપ્તિ સરળ બનાવે છે અને આપણને એક સારા માનવી બનાવે છે. આપના દેશમાં પ્રાચીન સમયથી ગુરુ પરંપરા અને સંસ્કૃતિ રહેલી છે. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા સંતોનું સાનિય અને માર્ગદર્શન વર્ષોથી આપણા સમાજ અને રાષ્ટ્રને મળ્યું છે. અબુધાબીમાં આ ભવ્યાતિભવ્ય મંદિરની સ્થાપના કરીને આદરણીય બ્રહ્મવિહારી સ્વામીએ પણ આ જ રીતે વિશ્ર્વ શાંતિ અને ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાને સાર્થક કરવાની દિશામાં મહત્વનું કાર્ય કર્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે ભગવાન અને ભગવાનની વાત એક જ વસ્તુ શીખવે છે કે હંમેશા પોઝિટિવ રહેવુ જોઈએ. ૧૦૦ એ ૧૦૦ ટકા નેગેટિવ સામેવાળો કહેતો હોય છતા પણ તમારી પોઝિટિવ વાત તેની સામે મુકો છો તો છેલ્લે તમારી પોઝિટિવ તાકાત તેનાથી ઉપર વધીને આગળ વધી શકે છે. વધુમાં સીએમએ જણાવ્યુ કે મુસ્લિમ દેશની અંદર જઈને હિંદુ મંદિર બનાવવા વિશે વાત કરવી એ પણ બહુ મોટી વાત છે. એ જ પ્રમુખ સ્વામી મહારાજની તાકાત સૂચવે છે.