- પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો online http:parivahan.gov.in/fancy ‘પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઓકશનમાં ભાગ લઈ શકશે.
નડીયાદ,પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડીયાદ (ખેડા) દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે રી ઓકશન ટુ-વ્હીલર જી.જે.07.ઈ.પી (EP) , ફોર વ્હીલર જી.જે.07.ડીજી (DG) તથા થ્રીવ્હીલર જી.જે.07.ટીવી (TV) અને ટ્રાન્સપોર્ટ જી.જે.07.ટીયુ (TU) અને અન્ય વ્હીકલ (ક્ધસ્ટ્રકશન ઇક્યુપ્મેંટ) જી.જે.07.સીડી (CD) તા.15-02-2024 થી શરૂ કરવામાં આવનાર હોઈ પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરી online http:parivahan.gov.in/fancy રજીસ્ટ્રેશન કરી ઓકશનમાં ભાગ લઈ શકશે.
જે માટે અરજદારોએ નીચે દર્શાવેલ પ્રક્રિયા તેમજ સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે. જે માટે અરજદારોએ parivahan.gov.in વેબસાઇટ પર જવુ. વેબસાઇટ માં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ fancy number booking પર ક્લિક કરવું. જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવવું. આઈ.ડી.બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું. પસંદગીનો નંબર સિલેકટેડ કરી દર્શાવેલી ઓછાંમાં ઓછી ફી ભરી દેવી. ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલેકે હરાજીમાં ભાગ લેવો. હરાજીમાં નંબર મેળવ્યા બાદ 5 દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી. હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ માથી એપ્રૂઅલ લઈ નંબર લઈ લેવો. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે. ટુ વ્હીલર સીરિઝ GJ07-EP- નું ઓનલાઈન રી ઓકશન થશે. ફોર વ્હીલર સીરિઝ GJO7DG- નું ઓનલાઈન રી ઓકશન થશે. થ્રીવ્હીલર સીરિઝ GJ07TV- નું ઓનલાઈન રી ઓકશન થશે. ટ્રાન્સપોટ સીરિઝ GJ07TU- અને અન્ય વ્હીકલ (ક્ધસ્ટ્રકશન ઇક્યુપ્મેંટ) જી.જે.07.સીડી (CD)નું ઓનલાઈન રી ઓકશન થશે. જેની નોધ લેવી.
રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો સમયગાળો તા.15-02-2024, બપોરે 04:00 કલાક થી તા. 17-02-2024 ને 03:59:59 કલાક સુધી અને ઓક્શન પ્રક્રિયાનો સમયગાળો તા. 17-02-2024, બપોરે 04:00 કલાક થી 19-02-2024, બપોર 04:00 કલાક મુજબ રહેશે.
વાહનની વેચાણ તારીખ અને વીમા તારીખ તે બે માંથી જે વહેલુ હોય તે તારીખથી 7 દિવસ ની અંદર સી.એન.એ. ફોર્મ ઓનલાઇન કરેલ હોવું ફરજીયાત છે. તે અરજદારો પસંદગીના નંબર માટે 60 દિવસ સુધી ઈ-ઓકશનમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. ઉપરોકત પધ્ધતિની સંબંધકર્તા વાહન માલિકોએ નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડિયાદ દ્વારા જણાવવામાં આવ્યુ છે.