ટ્વિટરે કોહલી, ધોની અને રોહિતની બ્લુ ટિક હટાવી, સચિન, બાબર અને રોનાલ્ડોના નામનો પણ સમાવેશ

મુંબઈ,ટ્વિટરે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા, ધુંવાધાર બેટ્સમેન વિરાટ કોહલી અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની બ્લુ ટિક હટાવી દીધી છે. ટ્વિટરે શુક્રવારે સવારે તેના પ્લેટફોર્મ પર મોટા ફેરફારો કર્યા, જેમાં બ્લુ ટિક ગુમાવનારાઓમાં વિશ્ર્વના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને શ્રેષ્ઠ ફૂટબોલરોમાંના પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સામેલ છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ટ્વિટર પર ૧૦૮.૩ મિલિયન, વિરાટ કોહલીના ૫૫.૧ મિલિયન, સચિન ૩૮.૬ મિલિયન, રોહિત શર્મા ૨૧.૭ મિલિયન અને મહેન્દ્ર સિંહ ધોનીના ૮.૫ મિલિયન ફોલોઅર્સ છે. ટ્વિટર બ્લુ ટિક ગુમાવનારાઓમાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ પણ સામેલ છે. બાબરને આ પ્લેટફોર્મ પર ૪.૬ મિલિયન લોકો ફોલો કરે છે. તેમના સિવાય પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી, પૂર્વ કેપ્ટન શોએબ મલિક અને પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના ટ્વિટર એકાઉન્ટ પરથી પણ બ્લુ ટિક હટાવી દેવામાં આવી છે. ઈમરાન ખાન અને સૌરવ ગાંગુલીની બ્લુ ટિક પણ હટાવી દેવામાં આવી હતી.

પાકિસ્તાનના ૧૯૯૨ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઈમરાન ખાનના ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લુ ટિક હટાવી દેવામાં આવી છે. પાકિસ્તાનના આ પૂર્વ વડાપ્રધાનને ૧૯.૧ મિલિયન લોકો ફોલો કરે છે. તે જ સમયે, પૂર્વ ભારતીય કેપ્ટન અને પૂર્વ ઇઈઈઈં અધ્યક્ષ સૌરવ ગાંગુલીની બ્લુ ટિક પણ હટાવી દેવામાં આવી છે. ગાંગુલીને ૬.૫ મિલિયન લોકો ફોલો કરે છે. ટ્વિટર બ્લુ શું છે?

ટ્વિટર ખરીદ્યા બાદ જ મસ્કે ઘણા નવા નિર્ણયો લીધા હતા, જેમાં ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શનનો પણ સમાવેશ થાય છે. ટ્વિટર બ્લુ હેઠળ, યુઝર્સને બ્લુ ટિક માટે દર મહિને એક નિશ્ર્ચિત રકમ ચૂકવવી પડશે. ભારતમાં થોડા સમય પહેલા ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શનની સુવિધા શરૂ કરવામાં આવી છે. ભારતમાં ઝૂશિિંંયિ બ્લુની કિંમત મોબાઈલ માટે ૯૦૦ રૂપિયા પ્રતિ માસ અને વેબ વર્ઝન માટે ૬૫૦ રૂપિયા રાખવામાં આવી છે.