દાહોદ,દારૂ અને જુગારની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટે ઉપરી અધિકારીઓએ આપેલ સૂચના અને માર્ગદર્શનના આધારે ફતેપુરા પોલીસ મથકના પીએસઆઇ જી.કે.ભરવાડ તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ ઇટા ચેકપોસ્ટ તરફથી એક નંબર વગરની Tvs jupiter મોટરસાયકલ પર એક ઈસમ વિદેશી દારૂનો જથ્થો લઈને ફતેપુરા તરફ આવે છે. આવી બાતમી મળતા ફતેપુરા પોલીસે મોટાબારા ગામે ત્રણ રસ્તા ઉપર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન સદર વર્ણન વાળી Tvs jupiter ગાડી લઈને સંજેલી તાલુકાના સંજેલી ગામનો માર્કેટ પાસે રહેતો અલ્પેશ રમેશ સંગાડા આવ્યો હતો. જેથી ફતેપુરા પોલીસે તેને ઉભો રાખીને તેની Tvs jupiter ગાડી ની તપાસ કરતા તેની Tvs jupiter ગાડી પર ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ-5 તથા છૂટા કોટરીયા મળી કુલ બોટલો નંગ 237 જેની કુલ કિંમત રૂપિયા 28,530/- નો પ્રોહી મુદ્દા માલ મળી આવ્યો હતો. જેથી ફતેપુરા પોલીસે સદર ઈસમને રૂા.28,530/- ના પ્રોહીના મુદ્દા માલ તેમજ રૂપિયા 65000 કિંમતની Tvs jupiter ગાડી તથા રૂપિયા 5000 કિંમત નો મોબાઇલ મળી કુલ રૂપિયા 98,530ના મુદ્દા માલ સાથે ઝડપી લઈને જેલ ભેગો કર્યો છે.