
મુંબઇ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચના અનેક કિસ્સાઓ હંમેશા સામે આવ્યા છે. માત્ર અભિનેત્રીઓ જ નહીં પરંતુ ઘણા કલાકારો પણ આનો શિકાર બન્યા છે. દરમિયાન ફેમસ ટીવી એક્ટ્રેસ સોનલ વેંગુર્લેકરે કાસ્ટિંગ કાઉચ પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેની સાથે ઘૃણાસ્પદ કૃત્ય થયું હતું તે જણાવતા બધા ચોંકી ઉઠ્યા છે.
એક અખબારી ઈન્ટરવ્યુમાં સોનલ વેંગુર્લેકરે જણાવ્યું હતું કે, ૧૯ વર્ષની ઉંમરે તેને કાસ્ટિંગ કાઉચનો ભોગ બની હતી. ‘હું ૧૯ વર્ષની હતી અને કામની શોધમાં હતી. તે દરમિયાન હું રાજા બજાજને મળી હતી. તેણે મને ઓડિશન માટે બોલી હતી.’ હું ઓડિશન દરમિયાન ડાયલોગ્સ બોલી શક્તી નહોતી. ડિરેક્ટરે મને કહ્યું કે મારો ચહેરો સારો છે, પરંતુ પ્રોફેશનની સમજ મહત્વની છે, તેથી મારે તેને શૂટમાં મદદ કરવી જોઈએ.
અભિનેત્રીએ વધુ જણાવતા કહ્યું, ‘રાજા બજાજે મને કપડા બદલવા અને ફોટોશૂટ કરવા કહ્યું. તે સમયે તેના હાથમાં ક્રીમની બોટલ હતી. તેણે બળપૂર્વક મારા કપડા કાઢી નાખ્યા અને મારા સ્તનો પર ક્રીમ લગાવી. તેની આ હરક્તથી હું ગભરાઈ ગઈ હતી. તે દિવસે આ પહેલીવાર આવું બન્યું હતું.
બીજી વખતે રાજા બજાજ બળપૂર્વક મારા રૂમમાં પ્રવેશ્યા અને મને તેમને તંત્ર વિદ્યા શીખવવા માટે કહેવા લાગ્યા. તેમણે કહ્યું કે જો હું મારા કપડાં ઉતારીને તંત્ર વિદ્યા કરીશ તો રાતોરાત સુપરસ્ટાર બની જઈશ. આ માટે મારે નગ્ન થઈને મંત્ર જાપ કરવો પડ્યો હતો. ડાયરેક્ટરે આ વાત કહીને મારા પર દબાણ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પછી મેં ગમે તેમ કરીને મારો જીવ બચાવવા અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને હું આખરે સફળ થઈ હતી.’ આ કેસ બાદ અભિનેત્રીએ રાજા બજાજ વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. સોનલ વેંગુર્લેકરે ટીવી શો ‘કુછ તો લોગ કહેંગે’ થી ઓળખ મેળવી હતી. આ સિવાય અભિનેત્રી ‘વાદા રહા’, ‘યે તેરી ગલિયાં’, ‘સામ દામ દંડ ભેદ’, ‘ગુપ્તા બ્રધર્સ’ જેવા ઘણા ટીવી શોમાં જોવા મળી છે.