
ગોધરા, વર્ષ 2023/24ના પ્રથમસત્ર દરમિયાન ગોધરા તાલુકાના સમગ્ર ટુવા પે સેન્ટરમાં ઉત્તમ કામગીરી, શાળાકીય સહ અભ્યાસિક પ્રવૃતિ, નાવીન્યપૂર્ણ પ્રયોગો વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપવા બદલ ડાંગી વનિતાબેન સુરમલભાઈને પ્રતિભાશાળી શિક્ષણ તરીકે પસંદગી કરવામાં આવી હતી. જેમાં સ્વાતંત્ર્ય પર્વના રોજ શાળાના આચાર્ય, સરપંચ, એસ.એમ.સી. અધ્યક્ષ તેમજ શાળાના સ્ટાફ દ્વારા બહેનની ડાંગી વનિતાબેન સુરમલભાઈને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર તેમજ બુકે અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા.