અંકારા,
તુર્કીમાં પુરાતત્વવિદોને પ્રાચીન કિલ્લાના ખોદકામ દરમિયાન એક મંદિર મળ્યુ છે. આ મંદિરનો સંબંધ રાજા મીનુઆ સાથે જણાવાઈ રહ્યો છે. જે પ્રાચીન કિલ્લામાં આ મંદિર મળ્યુ છે, તે પૂર્વી તુર્કીના વેન જિલ્લામાં આવે છે. જોકે, રાજા મીનુઆ સાથે સંબંધિત આ પહેલુ મંદિર નથી જે પુરાતત્વવિદોને મળ્યુ હોય. અગાઉ પણ એક મંદિર મળી ચૂક્યુ છે. પુરાતત્વવિદ જે પ્રાચીન કિલ્લાનું ખોદકામ કરી રહ્યા છે, તેમનું મોડર્ન તુર્કીશ નામ ’દ્ભહ્નડિષ્ટં’ છે, જે આઠમી સદી ઈસા પૂર્વમાં બનાવવામાં આવ્યુ હતુ. આ કિલ્લાનું નિર્માણ રાજા મીનુઆએ જ કરાવ્યુ હતુ.
વેન મ્યુઝિયમ તરફથી કિલ્લામાં ખોદકામ દરમિયાન અમુક મહત્વની શોધ કરવામાં આવી ચૂકી છે. કિલ્લામાં ખોદકામનું કાર્ય તુર્કીના કલ્ચર અને ટુરિઝ્મ મંત્રાલયની અનુમતિ બાદ શરૂ કરવામાં આવ્યુ હતુ જે હજુ સુધી ચાલુ છે.
તુર્કી સરકાર તરફથી પુરાતત્વના આ ખોદકામ માટે ફંડ પણ આપવામાં આવી રહ્યુ છે. કિલ્લામાં આ ખોદકામ વેન યુજુક્ધુ યિલ યુનિવસટીના પુરાતત્વ વિભાગના પ્રોફેસર સબાહત્તિન અર્દોઆનના નેતૃત્વમાં કરવામાં આવી રહ્યુ છે.
મહત્વની વાત એ છે કે કિલ્લાની અંદર જે આ મંદિર મળ્યુ છે તે કોરબેલિંગ ટેકનોલોજીથી બનાવવામાં આવ્યુ છે. જેમાં માટીના વાસણોના ટુકડા અને ધાતુની કલાકૃતિઓ પણ મળી છે.તુર્કી રાષ્ટ્રપતિ રેચેપ અર્દોઆને આ મામલે કહ્યુ કે ટીમે કિલ્લાના અવશેષ વાળા સમગ્ર વિસ્તારમાંથી અમુક મહત્વની વસ્તુઓની શોધ કરી છે, જે વિસ્તારના ઈતિહાસ સાથે જોડાયેલી છે. અર્દોઆને જણાવ્યુ કે અમુક સમય પહેલા પહેલુ મંદિર મળ્યુ હતુ કે હવે ટીમે રાજા મીનુઆનું બીજુ મંદિર પણ મળી ગયુ છે.હાલ ઠંડીને જોતા તેમણે સાઈટ પર ખોદકામનું કામ બંધ કરી દીધુ છે. જ્યારે ઠંડી ઓછી થશે ત્યારે ફરીથી કામ શરૂ કરવામાં આવશે.
અર્દોઆને કહ્યુ કે ખોદકામ દરમિયાન અમે બીજા મંદિરની શોધ કરી છે, જે અમને લાગે છે કે રાજા મીનુઆએ બનાવી છે. અમને મંદિરની પાસે જ એક મકબરો પણ મળ્યો છે. આ વિસ્તારમાંથી ઘણી સંખ્યામાં પ્રાચીન સમયના વાસણો પણ મળ્યા છે. જે વાસણ મળ્યા છે, તે મધ્ય યુગના છે. સાથે જ કિલ્લાની બહાર કબ્રસ્તાન પણ મળ્યુ છે. જેમનું મળવુ ખૂબ મહત્વનું ગણવામાં આવી રહ્યુ છે.