તુર્કી-સીરિયામાં ૨૮ હજારથી વધુ મોત: દર્દનાક સ્થિતિ વચ્ચે લૂટપાટનો આતંક વધ્યો , ૪૮ની ધરપકડ

અદાના,

તુર્કી અને સીરિયામાં ભૂકંપથી ખતરનાક સ્થિતિ બની છે. બંને જ દેશોમાં મૃત્યુનો આંકડો સતત વધતો જઇ રહ્યો છે. અત્યાર સુધી ૨૮,૧૯૨ લોકોના મોત થયા છે. ઘાયલોની સંખ્યા ૭૮ હજારથી વધુ છે. આ દરમિયાન તુર્કીના ૮ પ્રાંતમાં લૂટપાટના આરોપમાં ૪૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી ૪૨ લોકો હતાય પ્રાંતના છે. ત્યાં જ, તુર્કીમાં ૬૨ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર્સને પણ કસ્ટડીમાં લીધા છે. અદાના શહેરમાં ભૂકંપના લીધે ઘ્વસ્ત થયેલી બિલ્ડિંગોને ધ્યાનમાં રાખીને કાર્યવાહીના આદેશ જાહેર કરવામાં આવ્યાં છે.

બીજી બાજુ, યુએનની મદદ મોકલનાર ઇકાઈના ચીફ માટન ગ્રિફિથ્સે કહ્યું- ભૂકંપથી મૃત્યુ પામેલાં લોકોનો આંકડો હજું વધી શકે છે. જેમ-જેમ કાટમાળ દૂર થશે, શબ મળતાં રહેશે. રેસ્ક્યૂ ઓપરેશન ફાઇનલ સ્ટેજમાં છે. પરંતુ એ જાણકારી મળતી નથી કે આ ઓપરેશનને ક્યારે બંધ કરવું જોઈએ. ત્યાં જ, સીરિયામાં યોગ્ય સમયે મદદ પહોંચી રહી નથી. આ કારણે ભૂકંપ પછી રસ્તા ઉપર કાટમાળ વિખરાયેલો જોવા મળે છે. હરેમ શહેરમાં એક પિતાએ જણાવ્યું કે તેમની દીકરી કાટમાળમાં દબાયેલી હતી પરંતુ કોઈએ તેમની મદદ કરી નહીં. અબૂ અલીએ કહ્યું- મારી દીકરી ભૂકંપના એક દિવસ પછી પણ જીવતી હતી. ૨૪ કલાક સુધી તેની સુધી કોઈ મદદ પહોંચી નહીં. અમારી પાસે કાટમાળ દૂર કરવા માટે કોઈ મશીન નથી. અમે મદદની રાહ જોઈ રહ્યા છીએ. ઘણો સમય વિતી ગયો છે. મેં જાતે જ તેના શબને બહાર કાઢ્યું છે.

રાહત સામગ્રી પહોંચાડવા માટે લગભગ ૩૦ વર્ષ પછી અરમેનિયા-તુર્કી બોર્ડર ખોલી દેવામાં આવી છે. આ બોર્ડર ૧૯૯૩માં બંધ કરી દીધી હતી તુર્કીમાં જ ૨૧, ૮૪૮થી વધારે લોકોનું મૃત્યુ થઈ ગયું છે. સીરિયામાં ૩,૫૫૩ લોકો માર્યા ગયા છે. તુર્કીમાં કાટમાળમાંથી એક ભારતીયનું શબ મળ્યું છે. વ્યક્તિનું નામ વિજય કુમાર અને ઉંમર ૩૫ વર્ષ છે. તે ઉત્તરાખંડનો રહેવાસી હતો અને ૨૩ જાન્યુઆરીએ તુર્કી ગયો હતો.