તુર્કી -સીરીયામાં ભૂકંપ બાદ રોગચાળાનો ભરડો: અઢી કરોડથી વધુ બિમાર

અંકારા (તુર્કી) ,

તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃતકોનો આંકડો ૪૪ હજારને પાર કરી ગયો છે અને અઢી કરોડથી વધુ લોકો બીમાર પડી ગયા છે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું હતું કે તુર્કી અને સીરીયામાં ૨.૬ કરોડ લોકો ભૂકંપ બાદ બીમાર થયા છે અને ૪૪ હજારથી વધુ લોકોના મોત થયા છે.

સીરીયાનાં ભૂકંપ અસરગ્રસ્ત ક્ષેત્રમાં ભૂખમરો અને મહામારી ફેલાવાનો હતો.બહારની મદદ નહીં મળવાથી સીરીયાનાં ભૂકંપ પ્રભાવીત ક્ષેત્રમાં મોટી સંખ્યામાં લાશો કાટમાળમાં દબાઈ છે. અને બેઘર થયેલા લોકો માટે ખાવાની કે ચિકિત્સાની કોઈ સુવિધા ન હોવા પર અહી મુશ્કેલીની આશંકા પેદા થઈ છે.

ડબલ્યુ એફ પીની ચેતવણી બાદ એમએસએફનાં ચિકિત્સા દળના વિદ્રોહીઓના કબજા દળના વિદ્રોહીઓનાં કબજા વાળા ક્ષેત્રમાં જવાની અનુમતી મળી છે. બીજી બાજુ તૂર્કીએ પોતાનું બચાવ અભિયાન પુરૂ થયાની જાહેરાત કરી છે. હવહે કાટમાળ હટાવીને અને તેના સ્થાન પર મકાનોનાં પુન:નિર્માણનું કામ શરૂ થશે.